ધનતેરસ પૂર્વે ઉંચી કિંમતોથી સોનાની ચમક ઘટે તેવા સંકેત

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મુંબઈ : દિવાળી પર્વ ઉપર ગયા વર્ષની જેમ જ આ વર્ષે પણ સોનાની ચમક ઓછી જાવા મળે તેવી શક્યતા દેખાઈ રહી છે. વધતી જતી કિંમતો અને અન્ય રોકાણના વિક્લ્પો વચ્ચે લિક્વિડીટી કટોકટીના લીધે સોનાની ચમક ધનતેરસ ઉપર ઓછી જાવા મળી શકે છે. માર્કેટ નિષ્ણાતો અને ઇન્ડસ્ટ્રી સાથે જાડાયેલા લોકોનું કહેવું છે કે, ધનતેરસ પહેલા ઉંચી કિંમતો અને લિક્વિડીટી કટોકટી તેમજ રોકડ કટોકટીના પરિણામ સ્વરુપે સોનું તેની ચમક ગુમાવી શકે છે.

જા પ્રવર્તમાન સ્થિતિ દિવાળી સુધી જારી રહેશે તો સતત બીજા વર્ષે નિરાશાજનક વેચાણના આંકડા સપાટી ઉપર આવશે. વર્ષ ૨૦૧૭માં ધનતેરસની સિઝનમાં ૨૦૧૬ની સરખામણીમાં ૩૦ ટકાથી વધુનો ઘટાડો થયો હતો જ્યારે નોટબંધીની જાહેરાત દિવાળી બાદ કરવામાં આવી ત્યારે સ્થિતિ સારી રહી હતી પરંતુ ગયા વર્ષને આ ઇન્ડસ્ટ્રી માટે હાલના વર્ષો પૈકી સૌથી નિરાશાજનક વર્ષ તરીકે ગણવામાં આવે છે. નોટબંધી, જીએસટી અમલીકરણ તથા ઉંચી કિંમતની ખરીદી માટે કઠોર કેવાયસી ધારાધોરણના પરિણામ સ્વરુપે સોનાની ખરીદી ઓછી થઇ હતી. જાણકાર લોકોનું કહેવું છે કે, આ વર્ષે પણ ધનતેરસના પ્રસંગે સોનામાં સારો કારોબાર થાય તેવી શક્યતા ઓછી દેખાઈ રહી છે. માર્કેટમાં લિÂક્વડીટીની સારી સ્થિતિ જાવા મળી રહી નથી. ઓલ ઇન્ડિયા જેમ્સ એન્ડ જ્વેલરી ડોમેÂસ્ટક કાઉન્સિલના ચેરમેન નીતિન ખંડેલવાલે કહ્યું છે કે, છેલ્લા વર્ષથી ૫-૧૦ ટકા સુધીનો ઘટાડો વેચાણમાં જાવા મળી શકે છે. બુલિયન કિંમતો છેલ્લા થોડાક દિવસથી સારી રહી છે. જેના પરિણામ સ્વરુપે લોકો આગળ આવવા વિચારી રહ્યા છે પરંતુ

તેના સિવાય અન્ય વિક્લ્પો પણ હોવાથી તેના ઉપર પહેલા વિચારણા થઇ રહી છે. સોનાની ખરીદી માટે ધનતેરસને શુભ દિવસ તરીકે ગણવામાં આવે છે. સોના ઉપરાંત ચાંદી અને અન્ય કિંમતી ચીજવસ્તુઓની ખરીદી પણ કરવામાં આવે છે. ઉત્તર અને પશ્ચિમ ભારતમાં દિવાળીની ઉજવણી શાનદારરીતે કરવામાં આવે છે. ગયા વર્ષે સોનાની કિંમત ધનતેરસ દરમિયાન પ્રતિ ૧૦ ગ્રામ ૩૦૦૦૦ રૂપિયા થઇ ગઇ હતી. શનિવારના દિવસે સ્થાનિક સોનાની કિંમત પ્રતિ ૧૦ ગ્રામ ૩૨૫૫૦ રૂપિયા નોંધાઈ હતી. જ્યારે વૈશ્વિક સ્તરે શુક્રવારના દિવસે ન્યુયોર્કમાં તેની કિંમત ઓન્સદીઠ ૧૨૩૩.૮૦ ડોલર બોલાઈ હતી. કારોબારીઓ હજુ પણ માની રહ્યા છે કે, સોનાની ખરીદી કરવા માટે કિંમતો ઉપર ધ્યાન આપ્યા વગર ધનતેરસના દિવસે લોકો આગળ આવશે.

 

Share This Article