ગોલ્ડનુ નવુ સોંગ રિલીઝ -નશામાં નાચ્યા અક્ષય

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

અક્ષય કુમાર અને મૌની રોયની આગામી ફિલ્મ ગોલ્ડનું નવુ સોંગ “ચડ ગઇ હૈ” રિલીઝ થઇ ગયુ છે. આ ગીતમાં અક્ષય કુમાર એક પાર્ટીમાં નશામાં ધૂત થઇને નાચી રહ્યા છે. અક્ષયે આ વિડીયો પોતાના વેરિફાઇડ ટ્વિટર એકાઉન્ટથી શેર કર્યો છે. આ વિડીયો ઝી-મ્યુઝિક કંપની દ્વારા તેની વેરિફાઇડ યુ-ટ્યુબ ચેનલ પરથી અપલોડ કરવામાં આવ્યો છે. થોડા જ સમયમાં આ વિડીયોને  95 હજારથી વધારે લોકોએ જોઇ લીધો છે.

આ ગીત પહેલા અક્ષયની ફિલ્મ ગોલ્ડનુ “નેનોને બાંધી” નામનુ ગીત રિલીઝ થયુ હતુ. જેમાં અક્ષય કુમાર રોમેન્ટિક અંદાજમાં જોવા મળ્યા હતા. તે ગીતમાં મૌની રોય અને અક્ષય કુમાર એકમેકમાં ઓતપ્રોત થયેલા જોવા મળ્યા છે. નેનોને બાંધી ગીતને દર્શકોએ પણ ખૂબ પસંદ કર્યુ છે.

ગોલ્ડ ફિલ્મ દ્વારા ટેલિવુડની નાગિન મૌની રોય બોલિવુડમાં ડેબ્યુ કરવા જઇ રહી છે. મૌનીની પ્રથમ ફિલ્મ જ સુપરસ્ટાર અક્ષય સાથે છે. ગોલ્ડ ફિલ્મમાં દેશભક્તિ અને દેશદાઝ જોવા મળશે. હવે ફિલ્મ કેટલી હિટ જાય છે તે રિલીઝ થયા બાદ જ ખબર પડશે.

Share This Article