આપણી સંસ્કૃતિ જ્ઞાનની દ્રષ્ટિએ ઘણી જ સમૃધ્ધ છે. આપણા ધર્મમાં દરેક રીતી રીવાજ પાછળ કોઈક સાયન્ટિફીક રીઝન છૂપાયેલું હોય છે. એવા ઘણાં વૈજ્ઞાનિક કારણ છે જેનો લોકહિતમાં પ્રચાર કરવા માટે તેને ધાર્મિક રીતી સાથે જોડી દેવામાં આવ્યા છે. એવી જ એક માન્યતા છે કે જ્યારે આપણે મંદિરમાં જઈએ છીએ ત્યારે સોનાનાં ઘરેણા પહેરીને જવુ જોઈએ. આવુ કરવાથી દેવી દેવતાઓ પ્રસન્ન થાય છે અને આપણને આશીર્વાદ આપે છે.
દરેક માન્યતાની જેમ આ માન્યતા પાછળ પણ એક વૈજ્ઞાનિક કારણ છૂપાયેલુ છે. જ્યારે સ્ત્રીઓ સોનાનાં દાગીના પહેરીને મંદિરમાં જાય છે. ત્યારે મંદિરમાં થતા દિવા અને અગરબત્તીની સોડમ, ગુંબજનાં આકારો તથા પહેરેલા સોનાના દાગીના શરીરને એક રેડિએટર પૂરુ પાડે છે, જેનાથી તમને પોઝિટિવ એનર્જી પ્રદાન થાય છે. તેમાં પણ જો તમે સૂર્યનારાયણનાં કૂણા તડકામાં સોનાનાં દાગીના પહેરીને પાણીનો અર્ઘ આપો તો તેના કિરણોમાંથી શુધ્ધિનાં પરમાણું સિધા તમારા હદયને અસર કરે છે. તેથી વૈજ્ઞાનિક કારણ અનુસાર મંદિરમાં જઈને ભક્તિ કરતી વખતે સોનાના ઘરેણા પહેરવા સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે.
પહેલાના જમાનામાં રાજા રજવાડાઓમાં સ્ત્રીઓ જ નહીં પુરુષો પણ સોનાનાં દાગીના પહેરીને મંદિરે પૂજા કરવા જતા હતા. દક્ષિણ ભારતમાં આજે પણ સ્ત્રીઓ સવાર સવારમાં સજી ધજીને સોનાના શક્ય હોય તેટલા દાગીનાં પહેરીને પૂજા -આરાધના કરવા જાય છે.