આર્થિક સંકટનો સામનો કરી રહેલી એરલાઇન ગો ફર્સ્ટની મુશ્કેલીઓ ખતમ થવાનું નામ નથી લઈ રહી. કંપનીએ હવે ૨૨ જૂન સુધી તેની ફ્લાઇટ્સ રદ કરી છે. કંપનીએ સોમવારે એક નિવેદન જારી કરીને તેની જાણકારી આપી હતી. કંપનીએ એક નિવેદનમાં કહ્યું કે ઓપરેશનલ કારણોસર તેણે આ ર્નિણય લેવો પડ્યો. તેમણે કહ્યું, અમને જણાવતા દુઃખ થાય છે કે ઓપરેશનલ કારણોસર, ૨૨ જૂન, ૨૦૨૩ સુધી GOFIRSTની નિર્ધારિત ફ્લાઇટ્સ રદ રહેશે. ફ્લાઇટ રદ થવાથી થયેલી અસુવિધા બદલ અમે દિલગીર છીએ. અમે સમજીએ છીએ કે ફ્લાઇટ રદ થવાને કારણે તમારી મુસાફરી યોજનાઓ પ્રભાવિત થઈ શકે છે. અમે તમામ પ્રકારની સહાય પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છીએ.કંપનીએ વધુમાં કહ્યું છે કે તે ફ્લાઈટને સરળતાથી ચલાવવાના પ્રયાસો કરી રહી છે. તેમણે કહ્યું છે કે, તમે બધા જાણો છો કે, કંપનીએ તાત્કાલિક ઉકેલ લાવવા અને કામગીરી શરૂ કરવા માટે અરજી કરી છે. અમે ટૂંક સમયમાં બુકિંગ લઈ શકીશું. તમારી ધીરજ બદલ અમે તમારો આભાર માનીએ છીએ.ગો ફર્સ્ટે તેના ગ્રાહકોને મદદ કરવા માટે હેલ્પલાઇન નંબર પણ જારી કર્યો છે. GOFIRST ના આ ર્નિણયથી પ્રભાવિત ગ્રાહકો સહાય માટે કસ્ટમર કેર નંબર ૧૮૦૦ ૨૧૦૦ ૯૯૯ નો સંપર્ક કરી શકે છે.
આ સિવાય, અમે [email protected] પર ઈમેલ મોકલીને પણ સંપર્ક કરી શકીએ છીએ. કંપનીએ તેના ગ્રાહકોને તેનો સંપર્ક કરવા અને તેમને કેવી રીતે મદદ કરી શકાય તે જણાવવા કહ્યું છે.આ પહેલીવાર નથી જ્યારે GOFIRSTએ તેની ફ્લાઇટ્સ રદ કરી હોય. કંપનીએ તાજેતરના મહિનાઓમાં વારંવાર આ ર્નિણય લેવો પડ્યો છે. કંપનીએ ૩ મેના રોજ નાદારી માટે અરજી કરી હતી અને ત્યારથી ફ્લાઈટ્સ સતત રદ થઈ રહી છે. અગાઉ, GOFIRSTએ ૧૯ જૂન સુધી ફ્લાઈટ્સ રદ કરવાની માહિતી આપી હતી અને ત્યારે પણ કંપનીએ લગભગ આ જ કારણ આપ્યું હતું.