મુંબઈ : પડદો ઊંચકાયો, ટેબલ સેટ છે અને ખાદ્યનું ભવિષ્ય કેન્દ્રમાં છે. મુંબઈમાં અદભુત પ્રદર્શનમાં ગોદરેજ વિક્રોલી કુસિના દ્વારા ફીસ્ટ ફોર ધ ફ્યુચર શીર્ષક હેઠળ બોલકણા ફૂડ થિયેટર પરફોર્મન્સ થકી ભારતે અગાઉ ક્યારેય જોયું નથી તે રીતે ગોદરેજ ફૂડ ટ્રેન્ડ્સ રિપોર્ટ (જીએફટીઆર) 2025ની આઠમી આવૃત્તિ રજૂ કરી હતી. ‘‘સીઝન્સ’’ થીમ હેઠળ આ વર્ષની આવૃત્તિ પારંપરિક વક્તવ્ય અથવા સ્લાઈડ્સ થકી નહીં પરંતુ વાર્તાકથન, વક્રોક્તિ અને સંવેદનશીલ ડ્રામા થકી રજૂ કરાઈ હતી, જ્યાં ખાદ્યની યાદગીરી, ઓળખ અને ભાવના તરીકે ઉજવણી કરવામાં આવી હતી.
શેફ, ન્યુટ્રિશનિસ્ટો, મિક્સોલોજિસ્ટો, ખાદ્યના લેખકો અને ઉદ્યોજકો સહિત 190થી વધુ ક્યુલિનરી અવાજના યોગદાનને આધારે રિપોર્ટની 2025ની આવૃત્તિ ભારતની ઉત્ક્રાંતિ પામતી ખાદ્ય અને પીણાંની ક્ષિતિજને આકાર આપતાં બળોમાં ઊંડાણથી ડોકિયું કરાવે છે. 82 ટકા નિષ્ણાતોએ સ્થાનિક, મોસમી ઉત્પાદન અને સાંસ્કૃતિક મૂળિયાં ધરાવતી સામગ્રીઓ પર નવી ગ્રાહક એકાગ્રતા તરફ નિર્દેશ કરતાં સીઝનાલિટી કેન્દ્રબિંદુમાં આવી છે. આ રિવાઈવલ ફાઈન ડાઈનિંગથી હોમ કૂલિંગ, જ્ઞાનાકાર, સમય અને સ્થળ આધારિત ઈટિંગના પુનરાગમનના સંકેત આપતાં દરેક પર પ્રભાવ પાડ્યો છે.
થીમ પર બોલતાં ગોદરેજ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને સહયોગી કંપનીઓના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અને ચીફ બ્રાન્ડ ઓફિસર તાન્યા દુભાષે જણાવ્યું હતું કે, “ગોદરેજ ઈન્ડસ્ટ્રીઝ ગ્રુપમાં ખાદ્ય નિર્વાહથી વધુ છે, જે સંસ્કૃતિ, ઓળખ, યાદગીરી અને શક્યતા છે. તે માન્યતા ગોદરેજ ફૂડ ટ્રેન્ડસ રિપોર્ટ, અમારી ઈનસાઈટ અને કલ્પનાની વાર્ષિક મહેનતને બળ આપે છે. 2018થી 2000 ફૂડ એક્સપર્ટસ પાસેથી ઈનસાઈટ્સ સાથે રિપોર્ટ આપણી ઉત્ક્રાંતિ પામતી ખાદ્ય ક્ષિતિજ- વિચારપૂર્વક ખાવું અને ક્યુલિનરી ખૂબીઓથી લઈને ઘરેલુ સામગ્રીઓ અને તેની પાર વૃદ્ધિ સુધીની ખૂબીઓને મઢી લીધી છે. આજે રિપોર્ટ વધુ ઊંડાણભરી ભૂમિકા ભજવે છે. જીએફટીઆર નવી પ્રોડક્ટો, મેનુ અને આકારબદ્ધ ખાદ્ય નરેટિવ્ઝ થકી વ્યૂહાત્મક લેન્સમાં ઉત્ક્રાંતિ પામી છે. આ વર્ષે અમે સીઝનાલિટીની થીમ ઉજાગર કરી છે. દુનિયા અસલપણું અને સક્ષમતાને અપનાવી રહી છે ત્યારે મોસમી ખાવાનું એક સમયે આપણા માટે બીજો સ્વભાવ બની ગયું હતું તે હવે અર્થપૂર્ણ રીતે પુનરાગમન કરી રહ્યું છે.’’
અભય પારનેરકર, સીઈઓ, ગોદરેજ ફૂડ્સ લિમિટેડ ઉમેરે છે, “ગોદરેજ ફૂડ્સ લિમિટેડમાં અમને આવી શક્તિશાળી, સંસ્કૃતિલક્ષી ફોર્મેટમાં ગોદરેજ ફૂડ ટ્રેન્ડ્સ રિપોર્ટ 2025 પ્રસ્તુત કરવા વિક્રોલી કુસિના સાથે ભાગીદારી કરવાનું ગૌરવજનક લાગે છે. ભારતીય કિચનમાં ઊંડાણથી મઢાયેલી ખાદ્ય કંપની તરીરે ઊભરતી ગ્રાહક અગ્રતાઓ સાથે પ્રોડક્ટ વિકાસથી બ્રાન્ડ વાર્તાકથન સુધી આપણે કઈ રીતે ઈનોવેટ કરીએ છીએ તે મહત્ત્વપૂર્ણ છે. જીએફએલ ખાતે અમારે માટે આ ભાગીદારી માહિતગાર અને પ્રેરિત કરતી ફોર્મેટમાં ભારતના સમૃદ્ધ ક્યુલિનરી હેરિટેજની ઉજવણી કરવા સાથે આ મોરચે આગળ રહેવાની અમારી કટિબદ્ધતા પર ભાર આપે છે.’’
ભૂપેન્દ્ર સુરી, સીઈઓ, ક્રીમલાઈન ડેરી પ્રોડક્ટ્સ લિ. કહે છે, “ડેરી સામગ્રીથી પણ વધુ છે. તે આપણી ક્યુલિનરીની શુદ્ધતાની ખૂબી અને પાયાનો પથ્થર છે. ક્રીમલાઈન ડેરી પ્રોડક્ટ્સ ખાતે અમે આ વારસો જાળવી રાખવા માટે ગૌરવ લઈએ છીએ, જે દરેક ઓફર પેઢી દર પેઢી ભારતીય પરિવારોએ જેને માણ્યું છે તે વિશ્વાસ અને નરિશમેન્ટ પ્રદર્શિત કરે છે. વિક્રોલી કુસિના અને ગોદરેજ ફૂડ ટ્રેન્ડ્સ રિપોર્ટ 2025 સાથે સંકળાવાનું વિશેષાધિકાર છે, કારણ કે તે અસલપણું અને વિચારપૂર્વકના ઉપભોગના કાજના અમારા ધ્યેય સાથે ઉત્તમ રીતે સુમેળ સાધે છે. આ ભાગીદારી ખાદ્યના સાંસ્કૃતિક મહત્ત્વની ઉજવણી કરવા સાતે આધુનિક જીવનશૈલીમાં ડેરીની વધતી ભૂમિકા વિશે અર્થપૂર્ણ વાર્તાલાપ પણ પ્રોત્સાહિત કરે છે.’’
2025ની આવૃત્તિ સાથે ગોદરેજ વિક્રોલી કુસિનાએ નવું સીમાચિહન સ્થાપિત કર્યું છે. આપણે ખાદ્ય વિશે જે રીતે વાત કરીએ તેની સાથે તેના અર્થ સાથે આપણે કેટલા ઊંડાણથી સહભાગી થઈએ છીએ તેમાં નવું સીમાચિહન સ્થાપિત કર્યું છે. ધ ફ્યુચર ફીસ્ટ પર પડદો પડી રહ્યો છે ત્યારે એક બાબત સ્પષ્ટ છેઃ ભારતમાં ખાદ્યનું ભવિષ્ય વિચારપૂર્વકનું છે તેટલું જ થિયેટ્રિકલ પણ છે.