ગોધરાનુ નામ આવતાની સાથે જ દિલોદિમાગ પર તરત જ વર્ષો પહેલાની એ ઘટનાની યાદ તાજી થઇ જાય છે જે ઘટનાના કારણે ગુજરાતના ઇતિહાસમાં અભૂતપૂર્વ કોમી રમખાણ ભડકી ઉઠ્યા હતા. જેમાં હજારો લોકોના મોત થયા હતા. વર્ષો બાદ પણ આ ઘટનાને ગોધરાના લોકો ભુલી શક્યા નથી. ગોધરા કાંડની કમકમાટીપૂર્ણ ઘટનાને ભુલીને લોકો હવે આગળ નિકળી ચુક્યાછે. ગોધરાના લોકો હવે આ ઘટનાનો ઉલ્લેખ પણ કરવામાં આવે તેમ ઇચ્છતા નથી. સ્થાનિક વિકાસને અહીંના મતદારો મહત્વ આપી રહ્યા છે. પંચમહાલ સીટ પર તમામ મતદારોની અને દેશના લોકોની પણ નજર રહેશે.
ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે સીધી સ્પર્ધા છે. અહીં ક્યારેય પણ ત્રીજી પાર્ટી પ્રવેશી શકી નથી. આ વખતે પંચમહાલ લોકસભા સીટ પર ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસમાંથી બળવો કરીને અપક્ષ ચૂંટણી લડી ચુકેલા અને ધારાસભ્ય બનેલા રતનસિંહ મગન સિંહ રાઠોરને ટિકિટ આપી છે. જ્યારે કોંગ્રેસ પાર્ટીએ અહીંથી વીકે ખાંટને ચૂંટણી મેદાનમાં ઉતારી દીધા છે. કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી બંનેએ પૂર્ણ તાકાત લગાવી દીધી છે. ગોધરા કાંડની ઘટનાને માત્ર ગુજરાતના લોકો જ નહીં બલ્કે સમગ્ર દુનિયાના લોકો જાણે છે. ચૂંટણીમાં પણ આ ઘટનાનો કોઇ ઉલ્લેખ કરવામાં આવી રહ્યો નથી. આનાથી આગળ નિકળીને હવે લોકો સ્થાનિક મુદ્દાઓ અને ખેડુતોના મુદ્દાને મહત્વ આપી રહ્યા છે. લોકો કહે છે કે છેલ્લી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પ્રભાત સિંહ ચૌહાણને સમુદાય વિશેષના લોકોએ પણ મત આપ્યા હતા.
જોકે તેઓ આ વખતે ચૂંટણી મેદાનમાં નથી. ભારતીય જનતા પાર્ટીએ રતનસિંહને મેદાનમાં ઉતાર્યા છે. ભારતીય જનતા પાર્ટીએ વયના કારણે આ વખતે પ્રભાત સિંહની ટિકિટ કાપી દીધી છે. તેમની તમામ વર્ગોમાં સારી પક્કડ રહેલી છે. ગોધરા શહેર અને પંચમહાલ લોકસભા સીટના વેજલપુર, કાલોલ, હલોલ અને બાસવા સહિતના વિસ્તારમાં રહેતા લોકો માને છે કે ચૂંટણીમાં સ્થાનિક વિકાસ જ મુખ્ય મુદ્દો છે. ખેડુતોની લોન માફી અને પાકની સારી કિંમત મળે તે દિશામાં પગલા લેવામાં આવે તેવી ઇચ્છા લોકો રાખે છે. રોજગારની વાત કરવામાં આવે તો ગોધરાથી વડોદરા રોડ પર સ્થિત તમામ ફેક્ટરી છે. જેમાં સ્થાનિક લોકોને જ નહીં બલ્કે ઉત્તરપ્રદેશ, બિહાર અને અન્ય રાજયોના લોકો નોકરી કરી રહ્યા છે. રાજસ્થાનના મોટી સંખ્યામાં યુવાનો પણ નોકરી કરી રહ્યા છે. કેટલાક મતદારો એમ પણ કહે છે કે કોઇ પણ મુદ્દા હોય જીતી ગયા બાદ કોઇ પણ યાદ કરતા નથી. તમામ લોકો તૈયારીમાં લાગેલા છે. હિન્દુ અને મુસ્લિમ મતદારો વચ્ચે અંતર કર્યા વગર કેટલાક મતદારો કહે છે કે સ્થાનિક ચૂંટણી મુદ્દો મુખ્ય મુદ્દો રહેલા છે. વિકાસના મુદા પર જ મતદાન થનાર છે. સમુદાય વિશેષના મતને લઇને વધારે આશા દેખાતી નથી.
જોકે લોકસભાની ચૂંટણીમાં પંચમહાલ સીટ પર પણ રાજકીય પંડિતોની નજર રહેનાર છે. ગોધરાની ઘટનાને યાદ કરવા માટે લોકો ઇચ્છુક નથી. આંકડા કહે છે કે પંચમહાલ લોકસભા સીટ પર ૧૭ લાખથી વધારે મતદારો છે. ગોધરા, કાલોલ, મોરવા , શહેરા, લુનાવાડા, બાલાસિનોર, ઠાસરા વિધાનસભા સીટ આ લોકસભા સીટ હેઠળ આવે છે. પંચમહાલ સીટની વાત કરવામાં આવે તો લોકો જુદા જુદા અભિપ્રાય ધરાવે છે. ગોધરામાં અડધા વસ્તી મુસ્લિમોની છે જેથી ભારતીય જનતા પાર્ટીને પણ વધારે તાકાત લગાવી દેવાની ફરજ પડી શકે છે. લુનાવડા, બાલાસિનોર અને ઠાસરામાં પણ મોટી સંખ્યામાં મુસ્લિમ મતદારો છે. ૨.૫૦ લાખથી વધારે મુસ્લિમ મતદારો છે. લુનાવડા સહિત કેટલીક સીટ પર પટેલ સમુદાયનુ પણ પ્રભુત્વ છે. જેથી પંચમહાલના પરિણામ પર તમામની નજર રહેશે. આ સીટ પર ભારતીય જનતા પાર્ટીને અન્ય સીટો કરતા વધારે તાકાત લગાવી પડી શકે છે તેમ જાણકાર રાજકીય પંડિતો કહે છે.