ખુલ્લામાં શૌચથી ગામોને મુક્ત કરાવવા તથા ગ્રામીણોના જીવનને વધારે સારૂ બનાવવા માટે કેન્દ્રીય નાણાં તથા કોર્પોરેટ બાબતોના મંત્રી અરૂણ જેટલીએ ગુરૂવારે પોતાના બજેટ ભાષણમાં ગોબર-ધન (ગેલ્વેનાઈઝિંગ ઓર્ગેનિક બાયો-એગ્રો રિસોર્સ ધન) યોજનાના શુભારંભની જાહેરાત કરી હતી. આ યોજના અંતર્ગત પશુઓના ગોબર તથા ખેતરોમાં રહેલા કચરાને કમ્પોસ્ટ, બાયો-ગેસ અને બાયો-સીએનજીમાં પરિવર્તિત કરવામાં આવશે.
નાણામંત્રીએ કહ્યું હતું કે માળખાગત વિકાસ, વિપરીત સપાટીની સફાઈ, ગ્રામીણ સ્વચ્છતા વગેરે માટે નમામિ ગંગે યોજના અંતર્ગત ૧૬,૭૧૩ કરોડ રૂપિયાના ખર્ચે ૧૮૭ યોજનાઓને મંજૂરી આપવામાં આવી છે. તેમાંથી ૪૭ યોજનાઓ પૂરી થઈ ગઈ છે અને બાકી રહેલી યોજનાઓનો અમલ વિવિધ તબક્કામાં છે. ગંગા નદી કિનારે રહેલા ૪૪૬૫ ગંગા ગામડાઓને જાહેરમાં શૌચથી મુક્ત કરી દેવામાં આવ્યા છે.
સમાવેશી સમાજ નિર્માણના વિઝન અંતર્ગત સરકારે વિકાસ માટે ૧૧૫ આકાંક્ષાયુક્ત જિલ્લાઓની ઓળખ કરી છે. આ જિલ્લાઓમાં સ્વાસ્થ્ય, શિક્ષા, પોષણ, સિંચાઈ, ગ્રામીણ વિદ્યુતીકરણ, પેયજળ, શૌચાલય વગેરેમાં રોકાણ કરીને ચોક્કસ સમયાવધિમાં વિકાસની ગતિને ઝડપી બનાવવામાં આવશે. નાણામંત્રીએ કહ્યું હતું કે આ ૧૧૫ જિલ્લા વિકાસના મોડલ સાબિત થશે.