મહેસાણાની કિડ્‌સ કિંગડમ સ્કૂલમાં હિંદુ બાળકો પાસે બકરી ઈદની ઉજવણી કરાવાઈ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

મહેસાણાની કિડ્‌સ કિંગડમ સ્કૂલ દ્વારા બકરી ઈદની ઉજવણીનો મુદ્દો ગરમાતા શાળા સંચાલકે માફી માગી લીધી છે. પોલીસ સંરક્ષણ વચ્ચે શાળા સંચાલિકાએ ટોળાની વચ્ચે આવી માફી માગી હતી. શાળા સંચાલક આકાશ ગૌતમે માફી માગી ભૂલ સ્વીકારી હતી. તેમણે જણાવ્યું કે હવે વાલીઓ કે કોઈની લાગણી દુભાય તેવા કાર્યક્રમ નહીં કરીએ. તો બીજીબાજુ સ્કૂલ પ્રોપર્ટી માલિક દ્વારા સ્કૂલ સંચાલકને લીગલ નોટિસ અપાઈ છે. સ્કૂલ સંચાલક આકાશ ગૌતમને ૭ દિવસમાં પ્રોપર્ટી ખાલી કરવા નોટિસ અપાઈ છે. તાત્કાલિક ધોરણે પ્રિ -સ્કૂલ બંધ કરવા નોટિસ અપાઈ હતી. ગુરૂવારે બકરી ઈદ નિમિતે કિડ્‌સ કિંગડમ સ્કૂલમાં ઈદની ઉજવણી કરાઈ હતી. જેનો એક વીડિયો સામે આવ્યો હતો. જેમાં હિંદુ બાળકો પાસે બકરી ઈદની ઉજવણી કરાવાઈ હતી. જેથી આજે સવારે હિન્દુ સંગઠનોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. સંતો, મહંતો સાથે બજરંગ દળના કાર્યકરો અને વાલીઓ મોટી સંખ્યામાં શાળાએ પહોંચ્યા હતા. બકરી ઇદની ઉજવણીથી વાલીઓની સાથે હિંદુ સંગઠનોમાં રોષ જોવાયો હતો.

Share This Article