મુંબઈ : ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિયેશન (ડીજીસીએ) દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા અનુસાર, ભારતની સૌથી વધુ ઝડપે વૃદ્ધિ કરી રહેલી એરલાઇન- ગોએર ઓગસ્ટ 2019માં સમયપાલનમાં સૌથી અવ્વલ એરલાઇન તરીકે ઊભરી આવતા ભારતીય ઉડ્ડયન ક્ષેત્રમાં ઇતિહાસ સર્જાયો છે. ગોએરે સતત 12મી વખત ઓન-ટાઇમ-પરફોર્મન્સ (ઓટીપી) ચાર્ટમાં સૌથી ટોપ પર રહીને વિશિષ્ટતા હાંસલ કરી છે. ગઇકાલે બહાર પાડવામાં આવેલા આંકડા મુજબ, ગોએરે 85.1% ઓટીપી નોંધાવી છે, જે ઓગસ્ટ 2019માં ઉપડેલી સ્થાનિક એરલાઇન્સમાં સૌથી વધુ છે.
ગોએરના મેનેજિંગ ડિરેક્ટર શ્રી જેહ વાડિયાએ જણાવ્યું હતું કે, “આજે ગોએરે સમગ્ર ભારતીય ઉડ્ડયન ક્ષેત્ર, ડીજીસીએ અને નાગરિક ઉડ્ડયન મંત્રાલયને ગૌરવ અપાવ્યું છે. આજે ગોએરે વિશ્વને બતાવી આપ્યું છે કે જો સંકલ્પ હોય તો એરલાઇન્સ માટે પણ શક્ય છે. પરિપકવ બની રહેલા ભારતીય ઉડ્ડયન અને 12 માસની ઓટીપીના નેતૃત્તવની ઉજવણી કરવાનો આ સમય છે. આશાવાદની તાજી લહેરમાં સારા સમાચાર આગળ રહેતા હોય છે અને તેણે ભારતીય એરલાઇન્સ માટે એક નવો માપદંડ બનાવ્યો છે.”
તેમણે વધુમાં જણાવ્યું હતું કે: “અમે અમારી બધી ફ્લાઇટ્સમાં એક જાહેરાત કરીએ છીએ: ‘સજ્જનો અને સન્નારીઓ, ગોએર સમયસર કામગીરી જાળવી રાખવા પ્રત્યે સમર્પિત છે.’ ગોએરના તમામ 4800 કર્મચારીઓ આ સમજે છે અને અમે નિરંતર એ તરફ કામ કરીએ છીએ. પ્રવાસીઓને લાગે વળગે છે ત્યાં સુધી, એક પછી એક સરવેમાં અમને જણાયું છે કે સમયપાલન કિંમત, નેટવર્કની સંપર્કતા, ગ્રાહક સેવા અને ટેબલ પર અપાતા ખોરાકથી નોંધપાત્ર રીતે ટપી જાય છે. દરેકે દરેક પ્રવાસી સમયસર આવી પહોંચવા ઇચ્છે છે- પછી તે કોઈ પણ લિંગ કે ઉંમરનો હોય, વેપારી હોય કે ફરવા નિકળેલો પ્રવાસી હોય. અને સમયપાલનતા ફ્લાઇટ્સને જોડવા માટે બધાથી વધુ મહત્ત્વની છે. હકીકતમાં ગ્રાહકની ખુશી અને સમયપાલન વચ્ચે સહસંબંધ છે.”
ઓગસ્ટ 2019ના મહિના દરમિયાન ગોએર માંડ 0.85% ફ્લાઇટ રદ કરવા સાથે 13.91 લાખ પ્રવાસીઓને લઇને ઉડાન કર્યું હતું તેની સામે ઓગસ્ટ 2019ના મહિનામાં ઉપડેલી સ્થાનિક એરલાઇન્સ માટે ફ્લાઇટ રદ કરવાનું ઉદ્યોગનું સરેરાશ પ્રમાણ 1.61% હતું. ઓગસ્ટ 2019ના મહિનામાં એરલાઇન પાસે દર 10,000 પ્રવાસીએ 0.4 ફરિયાદ આવી હતી.
એર હાલમાં દૈનિક 320 ફ્લાઇટ્સ સંચાલિત કરે છે અને ઓગસ્ટ 2019ના મહિનામાં તેણે 13.91 લાખ પ્રવાસીઓનું વહન કર્યું હતું. ગોએર 24 સ્વદેશી મુકામોએ ઊડે છે જેમાં અમદાવાદ, બાગદોગરા, બેંગલુરુ, ભુવનેશ્વર, ચંદીગઢ, ચેન્નાઈ, દિલ્હી, ગોવા, ગુવાહાટી, હૈદરાબાદ, જયપુર, જમ્મુ, કોચિ, કોલકાતા, કન્નુર, લેહ, લખનૌ, મુંબઈ, નાગપુર, પટના, પોર્ટ બ્લેયર, પૂણે, રાંચી અને શ્રીનગરનો સમાવેશ થાય છે. ગોએર ફુકેટ, મેલે, મસ્કત, અબુ ધાબી, દુબઈ, બેંગકોક અને કુવૈત સહિત 7 આંતરરાષ્ટ્રીય મુકામો સુધી ઊડે છે અને ટૂંકસમયમાં સિંગાપોરથી ઊડાન શરૂ કરશે.