ગોએરે બેંગલુરુ અને કોલકાતાથી દિલ્હી સુધી નવી ફ્લાઇટ્સ શરૂ કરીને વ્યાપ વિસ્તાર્યો

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

ભારતની સૌથી વિશ્વાસુ, સમયબદ્ધ અને ઝડપથી વૃદ્ધિ કરી રહેલી એરલાઇન, ગોએરે તેના કોલકાતા-દિલ્હી અને બેંગલુરુ-દિલ્હી ક્ષેત્રો પર ફ્લાઇટની વધારાની આવૃત્તિઓ દાખલ કરવાની આજે જાહેરાત કરી છે. આ નવી સેવાથી પ્રવાસીઓને સિંગાપોર તથા કોલકાતા અને બેંગલુરુથી જવા અને આવવા માટે વધુ વ્યાપની સગવડ મળી શકશે.

વધારાના ફેરા વિશે વાત કરતાં ગોએરના મેનેજિંગ ડિરેક્ટર શ્રી જેહ વાડિયાએ કહ્યું કે, “વધારાની ફ્લાઇટની આવૃત્તિઓનો પ્રારંભ અમારી આક્રમક નેટવર્ક વિસ્તરણ યોજનાઓ સાથે સુસંગત છે. આ ઉપરાંત, આ ફ્લાઇટ્સ સિંગાપોરથી બેંગ્લુરુ અને કોલકાતા જતા અને આવતા મુસાફરો માટે વિસ્તારેલી કનેક્ટિવિટી પ્રદાન કરવામાં બેવડી ભૂમિકા ભજવશે. ગોએર તેના વ્યવસાયને સમયપાલન, પરવડતા અને સગવડતાના ત્રણ મૂળ સિદ્ધાંતો પર સંચાલિત કરે છે.”

27 ઓક્ટોબર, 2019થી અમલમાં આવે તે રીતે, ગોએર સપ્તાહમાં ત્રણ વખત કોલકાતાથી દિલ્હી સુધી પરત થવામાં રૂ.5,882થી શરૂ થતા ભાડા સાથે નોન- સ્ટોપ ફ્લાઇટ્સ ચલાવશે. ફ્લાઇટ G8 115 કોલકાતાથી બુધવાર, શુક્રવાર અને રવિવારે સવારે 09:35 વાગ્યે ઉપડશે અને 12:25 કલાકે દિલ્હી પહોંચશે. વળતી નોન-સ્ટોપ ફ્લાઇટ G8 114 દિલ્હીથી 15:10 કલાકે રવાના થશે અને મંગળવાર, ગુરુવાર અને શનિવારે 17:40 કલાકે કોલકાતા આવી પહોંચશે.

28 ઓક્ટોબર, 2019થી શરૂ થઇને બેંગલુરુથી દિલ્હી સુધીની નોન-સ્ટોપ ફ્લાઇટ્સ પરત થવામાં રૂ.5,335થી શરૂ થતા ભાડાં સાથે અઠવાડિયામાં ચાર વખત કાર્યરત થશે. બેંગલુરુથી ફ્લાઇટ G8 117 સોમવાર, મંગળવાર, ગુરુવાર અને શનિવારે 05:45 કલાકે ઉપડશે અને 11:40 વાગ્યે દિલ્હી પહોંચશે. વળતી વખતે નોન-સ્ટોપ ફ્લાઇટ G8 112 દિલ્હીથી 14:20 કલાકે ઉપડશે અને સોમવાર, બુધવાર, શુક્રવાર અને રવિવારે બપોરે 17:10 કલાકે બેંગ્લોર પહોંચશે.

27 ઓક્ટોબર, 2019થી કોલકાતા-દિલ્હી-કોલકાતાની ફ્લાઇટનું સમયપત્રક

ફ્લાઇટ નંબરમાંથીવિદાય થશેજશેપહોંચશેઆવૃત્તિપરત ભાડું (રૂપિયામાં)
G8 115કોલકાતા09:35દિલ્હી12:25રવિવાર5882
G8 114દિલ્હી15:10કોલકાતા17:40મંગળ, ગુરુ, શુક્ર

28 ઓક્ટોબર, 2019થી બેંગલુરુ-દિલ્હી-બેંગલુરુની ફ્લાઇટનું સમયપત્રક

ફ્લાઇટ નંબરમાંથીવિદાય થશેજશેપહોંચશેઆવૃત્તિપરત ભાડું (રૂપિયામાં)
G8 117બેંગલુરુ08:45દિલ્હી11:40સોમ,મંગળ, ગુરુ, શનિ5335
G8 112દિલ્હી14:20બેંગલુરુ17:10સોમ,બુધ, શુક્ર, રવિ

ગોએર સપ્ટેમ્બર 2019ના મહિનાની સ્થિતિએ હાલમાં 330 દૈનિક ફ્લાઇટ્સ ચલાવે છે અને લગભગ 13.27 લાખ પ્રવાસીઓને લઈ જાય છે. ગોએર અમદાવાદ, આઇઝોલ, બગડોગરા, બેંગલુરુ, ભુવનેશ્વર, ચંદીગઢ, ચેન્નાઈ, દિલ્હી, ગોવા, ગુવાહાટી, હૈદરાબાદ, જયપુર, જમ્મુ, કોચી, કોલકાતા, કન્નુર, લેહ, લખનઉ, મુંબઈ, નાગપુર, પટણા, પોર્ટ બ્લેર, પુણે, રાંચી અને શ્રીનગર સહિત 25 સ્થાનિક સ્થળોએ ઉડાન કરે છે. ગોએર 8 આંતરરાષ્ટ્રીય સ્થળોએ ઉડાન કરે છે, જેમાં ફૂકેત, માલે, મસ્કત, અબુ ધાબી, દુબઈ, બેંગકોક, કુવૈત અને સિંગાપોરનો સમાવેશ થાય છે.

Share This Article