ભારતની સૌથી ઝડપથી વૃદ્ધિ પામતી એરલાઈન ગોએર ફરી એક વાર સૌથી વિશ્વસનીય એરલાઈન તરીકે ઊભરી આવીને એક પ્રકારનો વિક્રમ સ્થાપિત કર્યો છે. ગોએરએ જુલાઈ ૨૦૧૯માં લાગલગાટ ૧૧માં મહિના માટે શિડ્યુલ્ડ ડોમેસ્ટિક કેરિયર્સમાં સર્વોચ્ચ ઓન-ટાઈમ-પરફોર્મન્સ (ઓટીપી) હાંસલ કરી છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિયેશન (ડીજીસીએ) દ્વારા જારી આંકડાવારી અનુસાર ગોએરે ૮૦.૫ ટકા ઓટીપી નોંધાવી છે, જે શિડ્યુલ્ડ ડોમેસ્ટિક એરલાઈન્સમાં સર્વોચ્ચ છે. અત્રે નોંધનીય છે કે જુલાઈમાં ચોમાસું બેઠું હોવાથી અને દેશભરમાં હવામાનની સ્થિતિ ખરાબ હોવાથી મુશ્કેલ મહિનો હતો.
ગોએરના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી જેહ વાડિયાએ જણાવ્યું હતું કે ૧૧ મહિનાથી ઓટીપીમાં ડીજીએસનું ટોચનું રે્કિંગ ગોએર માટે સર્વોચ્ચ સન્માન છે. આ સાકાર કરવા માટે દિવસરાત એક કરનારા દરેક ગોએરના કર્મચારીઓ માટે દેખીતી રીતે જ આ ગૌરવશાળી અવસર છે. તેઓ સમયસરતાને ફરજ તરીકે લેતા નથી, બલકે તે પેશન તરીકે તેમની રગરગમાં દોડે છે. ગોએર વિશ્વસનીય પ્રવાસ સેવા આપવા માટે કૃતજ્ઞ છે, જ્યાં અમે પ્રવાસીઓને સમયસર રીતે તેમના નિયત સ્થળે પહોંચાડવાની ખાતરી રાખીએ છીએ. પ્રિય ગ્રાહકો તમારો ખૂબ ખૂબ આભાર- ગોએર સંચાલન ઉત્કૃષ્ટતામાં સતત રોકાણ કરતી રહેશે એવી હું ફરીથી ખાતરી આપું છું.
અમારા ગતિશીલ ઉદ્યોગમાં પ્રવાસીઓ માટે સૌથી મહત્ત્વપૂર્ણ પાસાંમાંથી એક ચોક્કસ સ્થળે સમયસર પહોંચવાની જરૂર છે. વિવિધ સંશોધન અધ્યયનોમાંથી સિદ્ધ થાય છે કે ઉત્તમ ગ્રાહક સંતોષ પ્રાપ્ત કરવો તે ફક્ત હવાઈભાડાંની દષ્ટિથી નહીં પણ ફ્લાઈટની ઉપલબ્ધતાની દષ્ટિથી પણ મહત્ત્વપૂર્ણ પાસું છે. એરલાઈનનો વિચાર કરવામાં આવે ત્યારે પ્રવાસીઓ ઓન-ટાઈમ- પરફોર્મન્સ પર સૌથી વધુ ભાર આપે છે અને સમયસર આગમનને એરલાઈનમાં તેમનો વિશ્વાસ વિકસાવવા માટે મુખ્ય પરિબળમાંથી એક માને છે.
ગોએરની ઓટીપી આગેવાની સેવા આપવામાં બાંધછોડ વિના ગ્રાહક અનુભવ બહેતર બનાવવા પર એકધારી રીતે ધ્યાન કેન્દ્રિત કરવાનું પરિણામ છે. જુલાઈ ૨૦૧૯ના મહિના દરમિયાન ગોએર સાથે ૧૩.૨૬ લાખ પ્રવાસીઓએ ઉડાણ ભર્યું હતું, જેમાં ૦.૪૬ ટકાના જૂજ કેન્સલેશન થયા હતા અને ૨૦,૦૦૦ પ્રવાસી દીઠ એક ફરિયાદ આવી હતી.
લાગલગાટ ૧૧ મહિના માટે ગોએરની ઓટીપી આગેવાની સપ્ટે ૨૦૧૮
સપ્ટે 2018 | ઓક્ટો 2018 | નવે 2018 | ડિસે 2018 | જાન્યુ 2019 | ફેબ્રુ 2019 | માર્ચ 2019 | એપ્રિલ 2019 | મે 2019 | જૂન 2019 | જુલાઈ
2019 |
રેન્ક | |
ગોએર | 90.4% | 90.5% | 87.0% | 83.0% | 75.9% | 86.3% | 95.2% | 96.3% | 91.8% | 86.8% | 80.5% | ગોએરના સર્વ 11 મહિનામાં પ્રથમ રેન્ક |
ઈન્ડિગો | 87.6% | 85.9% | 79.2% | 72.3% | 64.0% | 76.2% | 89.5% | 89.9% | 87.4% | 83.5% | 74.4% | |
સ્પાઈસજેટ | 89.1% | 86.5% | 78.3% | 77.9% | 69.2% | 77.1% | 82.9% | 80.4% | 74.7% | 75.2% | 61.1% | |
એરએશિયા | NA | NA | NA | NA | NA | NA | 91.9% | 93.0% | 89.1% | 85.1% | 77.7% | |
વિસ્તારા | 85.9% | 88.5% | 86.1% | 77.7% | 75.3% | 81.6% | 91.9% | 92.8% | 86.6% | 82.3% | 71.6% | |
એર ઇન્ડિયા ડોમેસ્ટિક | 74.3% | 74.7% | 64.0% | 61.1% | 56.6% | 60.5% | 69.0% | 70.7% | 70.3% | 61.0% | 58.9% |
સ્રોતઃ ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિયેશન (ડીજીસીએ)
ગોએર હાલમાં ૨૪ ઘરઆંગણાનાં સ્થળે રોજ ૩૦૦ ફ્લાઈટ ચલાવે છે, જેમાં અમદાવાદ, બાગડોગરા, બેન્ગલુરુ, ભુવનેશ્વર, ચંડીગઢ, ચેન્નાઈ, દિલ્હી, ગોવા, ગૌહાટી, હૈદરાબાદ, જયપુર, જમ્મુ, કોચી, કોલકતા, કન્નુર, લેહ, લખનૌ, મુંબઈ, નાગપુર, પટના, પોર્ટ બ્લેર, પુણે, રાંચી અને શ્રીનગરનો સમાવેશ થાય છે, જ્યારે ૬ આંતરરાષ્ટ્રીય સ્થળોમાં ફુકેટ, માલે, મસ્કત, અબુ ધાબી અને બેન્ગકોકનો સમાવેશ થાય છે, જ્યારે વધુ ૨ સ્થળ ટૂંક સમયમાં ઉમેરાશે.