ભારતની અત્યંત વિશ્વસનીય, નિયમિત અને સૌથી ઝડપથી વિકસતી એરલાઇન ગોએરે સપ્ટેમ્બર 2019માં સૌથી નિયમિત એરલાઇન તરીકેની પોતાની શાખ જાળવી રાખી છે એમ ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવીલ એવિયેશન (ડીજીસીએ) દ્વારા પ્રસિદ્ધ કરાયેલા તાજેતરના એક ડેટામાં જણાવ્યું હતું. એરલાઇન સતત 13માં મહીને ટોચની પર્ફોમર તરીકે ઉભરી આવી છે. ગોએરે ઓન ટાઇમ પર્ફોમન્સ (ઓટીપી)ના અત્યંક 85.4 ટકા રેન્કિંગ નોંધાવ્યું છે, જે સપ્ટેમ્બર 2019માં શિડ્યૂલ્ડ ડોમેસ્ટિક એરલાઇન્સમાં સૌથી વધુ છે.
ગોએરના મેનેજિંગ ડિરેક્ટર શ્રી જેહ વાડીયાએ જણાવ્યું હતું કે: “જ્યારે ઓનટીપીની વાત આવી છે ત્યારે ગોએર સતત ચળકાટમાં રહી છે. ગોએર ત્રણ પાયાના સિદ્ધાંતો પર કામ કરે છેઃ નિયમિતતા, પોષણક્ષમતા અને સરળતા. અમારામાં વિશ્વાસ રાખવા બદલ અને ચાલુ વર્ષે ભવ્ય બ્રાન્ડ બનાવવા બદલ અમે અમારા ગ્રાહકોનો આભાર માનીએ છીએ.”
ગોએર 13.27 લાખ પેસેન્જર્સનુ વહન કર્યું હતું જેમા ફક્ત 0.12 ટકા કેલન્સલેશન્સ હતા, જ્યારે સપ્ટેમ્બર 2019માં શિડ્યૂલ્ડ ડોમેસ્ટિક એરલાઇન્સમાં કેન્સલેશન્સની ટકાવારી 1.37 ટકા હતી. એરલાઇનનો ફરિયાદનો ગુણોત્તર દર 10,000 પેસેન્જરદીઠ 0.5 ટકા રહ્યો હતો.
ગોએર દરેક સમયે નિયમિત છે. ગોએર હાલમાં 325થી વધુ દૈનિક ફ્લાઇટ્સનું સંચાલન કરે છે અને સપ્ટેમ્બર 2019માં 13.27 લાખ મુસાફરોનું વહન કર્યું છે. ગોએર અમદાવાદ, ઐઝવાલ, બગડોગરા, બેંગાલુરુ, ભુવનેશ્વર, ચંદીગઢ, ચેન્નઇ, દિલ્હી, ગોવા, ગૌહત્તી, હૈદરાબાદ, જયપુર, જમ્મુ, કોચી, કોલકાતા, કન્નૂર, લેહ, લખનૌ, મુંબઇ, નાગપુર, પટણા, પોર્ટબ્લેર, પૂણે, રાંચી અને શ્રીનગર સહિત 25 જેટલા ડોમેસ્ટિક ડેસ્ટીનેશન્સને આવરી લે છે. ગોએર વધુમાં 8 આંતરરાષ્ટ્રીય ડેસ્ટીનેશન્સને પણ આવરી લે છે જેમાં ફુકેટ, માલી, મસ્કત, અબુધાબી, દુબઇ, બેંગકોક, સિંગાપોર અને કુવૈતનો સમાવેશ થાય છે.