ભારત, 9 ઓક્ટોબર, 2019: ભારતની સૌથી વિશ્વસનીય, સમયપાલનમાં ચુસ્ત અને સૌથી ઝડપથી વૃદ્ધિ કરતી એરલાઇન, ગોએરે બેંગલુરુ અને કોલકાતામાંથી સિંગાપોર સુધીની વણથંભી ફ્લાઇટ્સ શરૂ કરવાની આજે જાહેરાત કરી હતી. ગોએર 18 ઓક્ટોબર, 2019થી સપ્તાહમાં ચાર દિવસ બેંગલુરુ-સિંગાપોર-બેંગલુરુ ફ્લાઇટ્સ અને 19 ઓક્ટોબર, 2019થી સપ્તાહમાં ત્રણ દિવસ કોલકાતા-સિંગાપોર-કોલકાતા ચલાવશે. નવા આંતરરાષ્ટ્રીય ગંતવ્યસ્થાન ઉપરાંત ગોએરે તેના 25માં સ્થાનિક સ્થળ મિઝોરમમાં આઈઝોલ સુધી દૈનિક ફ્લાઇટ્સની પણ જાહેરાત કરી છે.
નવી ફ્લાઇટ્સની જાહેરાત પર બોલતા ગોએરના મેનેજિંગ ડિરેક્ટર, શ્રી જેહ વાડિયાએ જણાવ્યું હતું કે, “સિંગાપોર જતી અને આવતી ફ્લાઇટ્સની શરૂઆત ગોએરના ઇતિહાસમાં એક નોંધપાત્ર વળાંક છે. સિંગાપોર એક મહત્ત્વના નિરાંતના સ્થળ તેમ જ સ્થાપિત વ્યાવસાયિક કેન્દ્ર તરીકે વિશિષ્ટતા ધરાવે છે. આ એના સંદર્ભમાં છે કે ગોએર સિંગાપોર ટુરિઝમ બોર્ડ અને એવા પ્રકારની તમામ સંસ્થાઓ સાથે મળીને કામ કરશે કે જે ભારત તેમજ સિંગાપોરમાં પ્રવાસનના હેતુને આગળ લઇ જઇ શકે. બીજી બાજુ, આઈઝોલ સુધીની અમારી ફ્લાઇટ ઉત્તરપૂર્વના સાત રાજ્યો માટે યોગ્ય રીતે વર્ણવવામાં આવતા ‘પરિવહન દ્વારા પરિવર્તન’ના સરકારના સ્વપ્ન અનુસાર છે. ગોએરની ફ્લાઇટ્સ ઉત્તર-પૂર્વ ભારતના સેવાથી સૌથી વધુ વંચિત પરંતુ મનોહર ગંતવ્યસ્થાનો પૈકીના એક સાથેના સંપર્કને ચોક્કસ સુધારશે.”
સિંગાપોર ટુરિઝમ બોર્ડ (ભારત, મધ્ય પૂર્વ અને દક્ષિણ એશિયા)ના રીજનલ ડિરેક્ટર, શ્રી જી.બી.શ્રીથરે જણાવ્યું હતું કે, “અમે સિંગાપોરમાં ગોએરને આવકારવા રોમાંચિત અને ખુશ છીએ. સિંગાપોર સાથે કોલકાતા અને બેંગલુરુને જોડીને તેના ફ્લાઇટ નેટવર્કને વિસ્તારીને તે અમારા ખૂબ મહત્ત્વના બે મુલાકાતી સ્રોત શહેરોમાંથી પ્રવાસીઓને ફ્લાઇટની વધારે પસંદગીઓ અને પ્રવાસના સમયના વિકલ્પો આપશે. સિંગાપોર માટે ભારત ત્રીજું સૌથી મોટું મુલાકાતીઓનું સ્રોત બજાર છે અને ભારતના 15 સ્થળોથી ફ્લાઇટના જોડાણથી સારી સંખ્યામાં પ્રવાસીઓ આવવાનું શક્ય બન્યું છે. 2018માં સિંગાપોરને સતત ચોથી વખત ભારત તરફથી એક મિલિયનથી વધુ મુલાકાતીઓ મળ્યા હતા. ક્રુઝ મુસાફરી માટે પણ ભારત ટોચનું સ્રોત બજાર છે. આપણે વર્ષના અંતની રજાઓ અને તહેવારની મોસમમાં પ્રવેશ કરી રહ્યા હોવાથી સિંગાપોરની મુલાકાત લેવાનો ઉત્તમ સમય છે. જ્યારે મુસાફરો લિટલ ઈન્ડિયાની દિપાવલી ઊજવણી અને ઓર્ચર્ડ રોડ પર ટૂંક સમયમાં થનારી નાતાલની ઉજવણીની રોશનીનો આનંદ લઈ શકે છે, તે ઉપરાંત તેઓ સિંગાપુરને નજીકથી અને વ્યક્તિગત રીતે જોવા માટે જ્વેલ ચાંગી એરપોર્ટ, સિંગાપોર ઝૂ ખાતે રેઈનફોરેસ્ટ લ્યુમિના અને વિવિધ પ્રવાસો જેવી નવી ઓફરિંગ્સનો પણ અનુભવ કરી શકે છે.”