મ્યૂઝિક, લાઇટ્સ અને ડાન્સ વચ્ચે અફરાતફરી મચી ગઈ, જોતજોતામાં ગોવાની નાઇટ ક્લબમાં આગે તાંડવ મચાવી દીધું

Rudra
By Rudra 3 Min Read

ગોવાના ઉત્તરમાં અરપોરા ગામની નાઇટ ક્લબ બિર્ચ બાય રોમેઓ લેનમાં એક ભયંકર દુર્ઘટના ઘટી છે. આ ઘટના રાતના સમયની છે. ક્લબમાં આશરે સો લોકો ડાન્સ ફ્લોર પર હતા. મ્યૂઝિક અને લાઇટ્સની ચમક વચ્ચે કોઈએ વિચાર્યું નહોતું કે આ રાત તેઓ માટે ભયાવહ સપનું બની જશે.

એજન્સી અનુસાર, હૈદરાબાદથી આવેલી ફાતિમાં શેખ પણ ગોવાની આ નાઇટ ક્લબની ભીડમાં હતી. તે જણાવે છે કે, બધુ સામાન્ય હતુ અને અચાનક આખો માહોલ બદલાઈ ગયો. પહેલા નાસભાગ મચી અને પછી ધુમાડો અને આગની જ્વાળાઓ. અમે ભાગ્યા અને બસ એટલું જોયું કે, બિલ્ડિંગ આગમાં ઘેરાયેલી હતી.

ફાતિમાએ જણાવ્યું કે, આગ ક્લબના પહેલા ફ્લોર પરથી શરૂ થઈ હતી, જ્યાં મોટા ભાગના લોકો ડાંસ કરી રહ્યાં હતા. કેટલાક લોકો ડરના માર્યા નીચે ભાગ્યા અને ભૂલથી ક્લબની રસોઈમાં જતા રહ્યાં. ત્યાં કામ કરનાર સ્ટાફ પણ હતો અને બધા એક સાથે ફસાઈ ગયા. ત્યાં જ ઘણાં લોકોના મોત થઈ ગયા. ફાતિમાએ કહ્યું કે, ક્લબની છત અને શેડનો કેટલોક ભાગ તાડના પત્તાથી તૈયાર કરવામાં આવ્યો હતો. તેમાં આગ લાગી તો આગને ફેલવામાં સમય લાગ્યો નહીં. ફાતિમા અને અન્ય પર્યટકોએ કહ્યું કે, અમે ભાગ્યા તો એવું લાગ્યું કે, જાણે અમારી જિંદગી કોઈ ફિલ્મના સીનમાં ફસાઈ હોય .

મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે ઘટના સ્થળની મુલાકાત લીધી છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, ક્લબમાં ફાયર સેફ્ટીના નિયમોનું પાલન કરવામાં આવી રહ્યું નહોતું. ઘટનાની તપાસ કરાવીશ અને ક્લબ સંચાલક અને અધિકારીઓ સામે કાર્યવાહી થશે.

આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં આશરે 25 લોકોના મોત થઈ ચૂક્યા છે. જેમાં મોટા ભાગે રસોઈ અને કર્મચારીનો સમાવેશ થાય છે. જેમાં ત્રણ મહિલાઓ સામેલ હતી. સાથે જ ત્રણ ચાર પર્યટકો પણ આ દુર્ઘટનાનો ભોગ બન્યાં છે.

ઘટના સ્થળે પહોંચવામાં ફાયર બ્રિગેડને પહોંચવામાં સમસ્યાનો સામનો કરવો પડ્યો. ક્લબ અરપોરા નદીના કિનારે આવેલું હતુ અને ત્યાં એન્ટ્રીનો રસ્તો સાંકડો હતો. ફાયર બ્રિગેડની ગાડીઓને આશરે 400 મીટર દૂર પાર્ક કરવુ પડ્યું. જેનાથી આગને કાબુમાં લાવવા માટે સમસ્યાનો સમનો કરવો પડ્યો.

ઘટનાને લઈને રાજ્ય પોલીસનું કહેવું છે કે, આગ સિલિન્ડર બ્લાસ્ટથી લાગી હતી. પરંતુ ત્યાં ઉપસ્થિત સાક્ષીઓએ દાવો કર્યો છે કે, ક્લબના પહેલા ફ્લોર પર આગ લાગી હતી અને પાછળથી સિલિન્ડર બ્લાસ્ટ પાછળથી થયો હતો. અધિકારીઓ અનુસાર મોટા ભાગના લોકોનું ગુંગળામણથી મોત થયું છે. જે લોકો રસોઈમાં ફસાઈ ગયા, તે ત્યાંથી બહાર નીકળી શક્યા નહીં અને ધુંમાડા અને આગમાં ફસાઈ ગયા.

Share This Article