પણજી : દિલ્હીમાં એક બાજુ ભાજપની કેન્દ્રિય ચુંટણી સમિતની બેઠક થઈ છે ત્યારે લોકસભા ચુંટણીના ઉમેદવાર પહેલા ગોવામાં રાજકીય સંકટ વધી ગયું છે. ગોવામાં સંકટ વચ્ચે કોંગ્રેસે સરકાર બનાવવાનો દાવો કર્યો છે. કોંગ્રેસે ગોવામાં સરકાર બનાવવાનો દાવો કરીને રાજ્યપાલ મૃદુલા સિન્હાને પત્ર લખ્યો છે. કોંગ્રેસે ભાજપના નેતૃત્વની ગઠબંધન સરકારને બરખાસ્ત કરવાની માંગ કરીને કહ્યું છે કે તેને પાસે બહુમતી નથી. બીજી બાજુ કોંગ્રેસના દાવા બાદ ગોવામાં ભાજપે ધારાસભ્યોની બેઠક બોલાવી છે. કોંગ્રેસે ગઠબંધન સરકારનો દાવો કરીને કહ્યું છે કે અમે રાજ્યમાં ધારાસભ્યોની સંખ્યાના મામલામાં સૌથી મોટી પાર્ટી તરીકે છે.
અમને સરકાર બનાવવાની તક મળવી જાઈએ. કોંગ્રેસે પોતાના પત્રમાં ભાજપના ધારાસભ્ય ફ્રાન્સીસ ડિસુઝાના મોતાના મુદ્દાને રજુ કરીને કહ્યું છે કે પહેલાથી જ લઘુમતીમાં રહેલી સરકારનું સમર્થન હવે ઘટી ગયું છે. જેથી કોંગ્રેસને સરકાર માટે આમંત્રણ આપવું જાઈએ. બીજી બાજુ મનોહર પારીકરની તબિયત સતત ખરાબ થઈ રહી છે. રાજ્ય સરકારના તબીબ મનોહર પારીકરની તબિયત ઉપર નજર રાખી રહ્યા છે.
સિદ્ધાર્થે પણજીની પાસે પારીકરના આવાસથી પરત ફર્યા બાદ મીડિયા સાથે વાતચીતમાં કહ્યું હતું કે હાલમાં તેમની તબિયત સ્થિર છે. પારીકરને કેન્સરની તકલીફ હોવાની વિગત સપાટી ઉપર આવી ચુકી છે. ૨૦૧૮માં પારીકરને કેન્સરની બીમારી હોવાની બાબત ખુલી હતી. મનોહર પારીકર ગંભીર રીતે બીમાર હોવાના અહેવાલ આવી ચુક્યા છે. ગોવામાં રાજકીય સંકટ વધી જતા હવે કોંગ્રેસ દ્વારા સરકાર બનાવવાનો દાવો કરવામાં આવી ચુક્યો છે.