ઉનાળાની રજા આવતા જ વિમાની કંપનીઓએ પોતાની ટિકીટના ભાવ ઓછા કરી દીધી છે. ટ્રેન અને બસ કરતા હવે લોકો વિમાની યાત્રાને વધારે પસંદ કરવા લાગ્યા છે. ગો-એર અને જેટ એરવેઝ નવી ઓફર લાવ્યા છે, જે મુસાફરોને જરૂર આકર્ષિત કરશે. ગો-એર ગ્રાહકોને આકર્ષિત કરવા માટે સ્ટાર્ટિંગ પ્રાઇઝ 1304 (કર સાથે) રાખી છે.
આ ડિસ્કાઉન્ટનો ઉપયોગ મુસાફર 2 મે 2018 સુધી જ કરી શકશે. ગો-એરની એપ ઉપરથી ટિકીટ બુક કરાવનાર વ્યક્તિને 10% બીજુ ડિસ્કાઉન્ટ મળશે. જેના માટે GOAPP10 પ્રોમો કોડનો ઉપયોગ કરવાનો રહેશે.
ગો-એરની આ ઓફર ડોમેસ્ટિક ફ્લાઇટ માટે જ છે. બાગડોગરાથી ગુવાહાટી માટે 1304 રૂપિયામાં ટિકીટ ઉપલબ્ધ છે. અમદાવાદથી મુંબઇ 1608 રૂપિયા, પૂણેથી અમદાવાદ 1681 રૂપિયા, ગોવાથી હૈદરાબાદ 1799 રૂપિયા, લેહથી દિલ્હી 1800 રૂપિયા અને કોલકાતાથી ભુવનેશ્ર્વર સુધી 1810 રૂપિયાની શરૂઆતની કિંમત રાખવામાં આવી છે. અન્ય રૂટની જાણકારી કંપનીની વેબસાઇટ પર ઉપલબ્ધ છે.
જેટ એરવેઝ વિદેશ સફર કરવાવાળા લોકો માટે ખાસ ઓફર લાવ્યુ છે. જેટ એરવેઝે આ ઓફર યુરોપના અમુક ડેસ્ટીનેશન માટે જ ઉપલબ્ધ કરી છે. આ ઓફર ઇકોનોમી ક્લાસના વન વે ફ્લાયર માટે જ ઉપલબ્ધ રહેશે.
આ ઓફરનો લાભ ઉઠાવવા માટે 30 એપ્રિલ સુધી ટિકીટ બુક કરાવી શકશો. આ ઓફરથી બુક કરાવેલી ટિકીટ્સ પર 1 ઓક્ટોબરથી લઇને 15 ડિસેમ્બર સુધી મુસાફરી કરી શકશો.
એમ્સ્ટાડેમ અને પેરિસ અને બીજા યુરોપના ડેસ્ટિનેશન માટે ટિકીટ બુક કરાવવા પર 30% ડિસ્કાઉન્ટ મળશે.