ગોએરે તેના સતત વધતા નેટવર્કમાં 12 ફ્લાઈટનો ઉમેરો કર્યો

KhabarPatri News
By KhabarPatri News 4 Min Read

ભારતની સૌથી ઝડપથી વૃદ્ધિ પામતી એરલાઈન ગોએર દ્વારા આજે તેની સતત વધતા નેટવર્કમાં 12 વધુ ફ્લાઈટનો ઉમેરો કરવામાં આવ્યો હતો, જેને લઈ તેની કુલ રોજની ફ્લાઈટ 325થી પણ વધુ થઈ છે. ગોએરે આજે દિલ્હી- ચંડીગઢ (બે ફ્લાઈટ), લખનૌ- અમદાવાદ (બે ફ્લાઈટ) અને કોલકતા- લખનૌ (બે ફ્લાઈટ) વચ્ચે નવી ફ્લાઈટોની ઘોષણા કરી છે. ઉપરાંત ગોએરે તેના મોજૂદ રૂટ કોલકતા- ગૌહાટી (ચાર ફ્લાઈટ) અને અમદાવાદ- ચંડીગઢ બે ફ્લાઈટ) વચ્ચે સાતત્યતા પણ વધારી છે.

ગોએરના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી જેહ વાડિયાએ જણાવ્યું હતું કે ગોએરની વ્યાપક વિસ્તરણ યોજનાના ભાગરૂપ આ 12 નવી ફ્લાઈટો રજૂ કરાઈ છે. અમારાં મોજૂદ કોલકતા- ગૌહાટી અને ચંડીગઢ- અમદાવાદ સેક્ટર્સમાં 6 નવી ફ્લાઈટ છે અને વધુ 6 ફ્લાઈટનો ફ્રિકવન્સી ઉમેરો કરાયો છે. અમદાવાદ અને લખનૌ વચ્ચે નવી ફ્લાઈટો મજબૂત વેપારી સંબંધો અને એસએમઈની મોટી સંખ્યામાં હાજરીને પહોંચી વળશે. ગોએરે લખનૌથી દિલ્હી, મુંબઈ, બેન્ગલોરને જોડી દીધાં છે અને કોલકતાની નવી ફ્લાઈટ ભારતનાં મેટ્રો શહેરોને લખનૌ સાથે જોડવાના કંપનીના ધ્યેયના ભાગરૂપ છે.

ગોએરે 90 નવી ફ્લાઈટ સાથે છેલ્લા 11 મહિનામાં (એરલાઈન આંતરરાષ્ટ્રીય બની ત્યારથી) કાફલામાં 16 એરક્રાફ્ટનો ઉમેરો કર્યો છે. ગોએરે તેના નેટવર્કમાં 8 નવાં એરપોર્ટસ ઉમેર્યાં છે, જેમાં ફુકેત, માલે, અબુ ધાબી, મસ્કટ, દુબઈ, બેન્ગકોક, કન્નુર અને કુવૈતનો સમાવેશ થાય છે.

ગોએરની ફ્લાઈટ જી8 184 દિલ્હીથી 09.50 કલાકે પ્રસ્થાન કરીને ચંડીગઢમાં 11.10 કલાકે આગમન કરશે. ફ્લાઈટ જી8 164 ચંડીગઢથી 22.50 કલાકે પ્રસ્થાન કરીને 00.20 કલાકે દિલ્હીમાં આગમન કરશે. આ ફ્લાઈટો રવિવાર સિવાય રોજ સેવામાં હોય છે અને તેનાથી આ રૂટ પર પ્રવાસ કરતા પ્રવાસીઓના ભારે બોજ હળવો કરવાનો લાભ થવા સાથે અન્ય ગોએરના રૂટ્સ પર પ્રવાસ કરતા પ્રવાસીઓ માટે જોડાણ તરીકે પણ કામ કરશે. આ ફ્લાઈટ્સનાં ભાડાં રૂ. 1707થી શરૂ થાય છે.

ગોએરની ફ્લાઈટ જી8 161 17.15 કલાકે લખનૌથી પ્રસ્થાન કરીને અમદાવાદમાં 19.20 કલાકે આગમન કરશે. ફ્લાઈટ જી8 160 અમદાવાદથી 14.30 કલાકે પ્રસ્થાન કરીને લખનૌમાં 16.30 કલાકે આગમન કરશે. ફ્લાઈટ રવિવાર સિવાય રોજ સેવામાં રહેશે. આ ફ્લાઈટનાં ભાડાં રૂ. 2487થી શરૂ થાય છે.

ગોએર હાલમાં રોજ 330 ફ્લાઈટ ચલાવે છે અને ઓગસ્ટ 2019માં તેણે આશરે 13.91 લાખ પ્રવાસીઓને પ્રવાસ કરાવ્યો હતો. ગોએર અમદાવાદ, બાગડોગરા, બેન્ગલુરુ, ભુવનેશ્વર, ચંડીગઢ, ચેન્નાઈ, દિલ્હી, ગોવા, ગૌહાટી, હૈદરાબાદ, જયપુર, જમ્મુ, કોચી, કોલકતા, કન્નુર, લેહ, લખનૌ, મુંબઈ, નાગપુર, પટના, પોર્ટ બ્લેર, પુણે, રાંચી અને શ્રીનગર સહિત 24 ડોમેસ્ટિક ડેસ્ટિનેશન્સ ખાતે ઉડાણ ભરે છે. ગોએર ફુકેત, માલે, મસ્કત, અબુ ધાબી, દુબઈ, બેન્ગકોક અને કુવૈત સહિત 7 ઈન્ટરનેશનલ ડેસ્ટિનેશન્સમાં ઉડાણ ભરે છે અને ટૂંક સમયમાં જ સિંગાપોરનો ઉમેરો કરશે.

 

નવા રૂટ્સ અને ફ્લાઈટ્સનું સમયપત્રક:

 

ફ્લાઈટનો નં.ક્યાંથીક્યાં સુધીપ્રસ્થાનઆગમનફ્રિકવન્સીરૂપિયામાં ભાડાં
184દિલ્હીચંડીગઢ9:5011:10રોજ, રવિ સિવાય1707
164ચંડીગઢદિલ્હી22:500:20રોજ, રવિ સિવાય2121
160અમદાવાદલખનૌ14:3016:30રોજ, રવિ સિવાય2746
161લખનૌઅમદાવાદ17:1519:20રોજ, રવિ સિવાય2487
250કોલકતાલખનૌ16:3018:10રોજ2010
251લખનૌકોલકતા18:5020:45રોજ2209
248કોલકતાગૌહાટી4:55 (8:35 on W & Su)6:00 (9:35 on W & Su)રોજ2039
253ગૌહાટીકોલકતા14:3515:50રોજ2143
249ગૌહાટીકોલકતા10:3511:50રોજ, બુધ, રવિ સિવાય2143
252કોલકતાગૌહાટી12:2513:40રોજ, બુધ, રવિ સિવાય2039
184ચંડીગઢઅમદાવાદ11:5013:55રોજ, રવિ સિવાય3074
164અમદાવાદચંડીગઢ20:1022:10રોજ, રવિ સિવાય3874

 

Share This Article