ભારતની સૌથી ઝડપથી વૃદ્ધિ પામી રહેલી ગોએરને અમેરિકાની ઇન્ટરનેશનલ બ્રાન્ડ કન્સલ્ટિંગ (આઈબીસી) કોર્પોરેશનની ભારતીય શાખા દ્વારા ‘સૌથી વિશ્વસનીય સ્વદેશી એરલાઇન’તરીકેનો એવૉર્ડ આપવામાં આવ્યો છે. નવી દિલ્હીમાં યોજાયેલા એક ભવ્ય સમારોહમાં આ એવૉર્ડ વાઇસ પ્રેસિડન્ટ, માર્કેટિંગ એન્ડ ઇ-કોમર્સ, શબનમ સૈયદ અને વાઇસ પ્રેસિડન્ટ, પીઆર એન્ડ કોર્પોરેટ કોમ્યુનિકેશન, બકુલ ગાલાએ સ્વીકાર્યો હતો.
આ સફળતા પર બોલતા ગોએરના મેનેજિંગ ડિરેક્ટર, જેહ વાડિયાએ જણાવ્યું હતું કે, “અમને ઇન્ડિયાઝ મોસ્ટ ટ્રસ્ટેડ ડોમેસ્ટિક એરલાઇન તરીકે માન્યતા આપીને સન્માનિત કરવામાં આવ્યા છે. આ એવૉર્ડ અમારી ફ્લાયસ્માર્ટ વ્યુહરચનાની પુષ્ટિ છે, જેમાં અમે અમારા પ્રવાસીઓને બધા સમયે સ્માર્ટ, સેફ અને સિક્યોર પ્રવાસ અનુભવ આપીએ છીએ. આ એવૉર્ડ એનું સમર્થન છે કે અમે સાચી દિશામાં પ્રયાસો કરી રહ્યા છીએ અને તે અમને ભવિષ્યમાં પણ પ્રવાસના અનુભવને વિસ્તારવામાં પ્રોત્સાહિત કરશે. હું આ તકે અમારા લાખો પ્રવાસીઓનો આભાર માનું છું કે જેમણે છેલ્લા ૧૩ વર્ષથી પુષ્કળ સહયોગ દર્શાવ્યો છે અને અમને પ્રેમ આપ્યો છે, અને ગોએરના કર્મચારીઓ જેમના વિના આ યાત્રા અને સન્માનો શક્ય બન્યા ન હોત.”
ઇન્ડિયાઝ મોસ્ટ ટ્રસ્ટેડ બ્રાન્ડ એવૉર્ડઝ આઈબીસી દ્વારા વિકસિત કરવામાં આવેલો એક વિચાર છે. આઈબીસી ઇન્ટરનેશનલ બ્રાન્ડ કન્સલ્ટિંગ કોર્પોરેશનનો એક વિભાગ છે. ગોએરને તેની કામગીરી, સેવાઓની ગુણવત્તા, નવીનતાઓ, ગ્રાહક સંતોષ, મેનેજમેન્ટની દીર્ઘદ્રષ્ટિ, વ્યુહરચનાઓ અને આ સેગમેન્ટમાં તેના ભાવિ લક્ષ્યો માટે આ એવૉર્ડ આપવામાં આવ્યો છે.
આઈબીસીના ગ્રાહક સરવેએ ગોએરના ઓન ટાઇમ પરફોર્મન્સ (ઓટીપી)ને ઘ્યાનમાં લીધું છે, જેમાં ગોએર સતત ૧૦ મહિના સુધી સૌથી ઉપર રહી છે, એવું બીજા કોઈએ નહીં પરંતુ ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ)એ જણાવેલું છે. એ જ રીતે, ગોએરે આ સમયગાળા દરમિયાન સૌથી વધુ લોડ ફેક્ટર્સ નોંધાવ્યા છે. ગોએરે તેના પ્રારંભથી અત્યાર સુધીમાં ૭૩૩ લાખ પ્રવાસીઓનું વહન કર્યું છે અને કંપની આગામી બે વર્ષમાં ૧૦ કરોડ પ્રવાસીઓનો હેતુ ધરાવે છે. ગોએર અત્યારે દૈનિક ૩૦૦ ફ્લાઇટ્સ ચલાવે છે અને કંપનીએ આંતરરાષ્ટ્રીય માર્ગોને સમાવી લેતી એક આક્રમક વિસ્તરણ યોજના ઘડી કાઢી છે. ૨૦૧૬માં ગોએરે તેના ૧૪૪ હવાઇજહાજોનો બેગણો ઓર્ડર કર્યો હતો અને કંપની તેના કાફલામાં સરેરાશ રીતે દર મહિને એક હવાઇજહાજ ઉમેરશે.
ગોએર ૨૪ સ્વદેશી મુકામોએ ઊડે છે જેમાં અમદાવાદ, બગદોગરા, બેંગલુરુ, ભુવનેશ્વર, ચંદીગઢ, ચેન્નાહઈ, દિલ્હી, ગોવા, ગુવાહાટિ, હૈદરાબાદ, જયપુર, જમ્મુ, કોચિ, કોલકાતા, કન્નુહર, લેહ, લખનૌ, મુંબઈ, નાગપુર, પટના, પોર્ટ બ્લૈર, પૂણે, રાંચી અને શ્રીનગરનો સમાવેશ થાય છે. ગોએર બેંગકોક, ફુકેટ, માલે, મસ્કત, દુબઈ અને અબુ ધાબી સહિત ૬ આંતરરાષ્ટ્રીય મુકામો સુધી ઊડે છે અને ટૂંકસમયમાં બીજા બે મુકામોએ ઊડાન શરૂ કરશે.
ગોએર એવૉર્ડ ગેલેરીઃ
શ્રેષ્ઠ કક્ષાની સેવાઓ અને ખર્ચેલા નાણાં સામે ચડિયાતા વિકલ્પોથી ગોએરે ઝડપથી વિવિધ કેટેગરીઝમાં અનેક એવૉર્ડઝ અને સન્માનો મેળવ્યા છે.
નીચે ગોએર દ્વારા હાંસલ કરવામાં આવેલી સિદ્ધિઓ પર એક ઝલકઃ
- ૨૦૧૯: DGCA અનુસાર સળંગ ૯ મહિના સુધી શ્રેષ્ઠ સમયસર કામગીરી (સપ્ટેમ્બર ૨૦૧૮થી મે ૨૦૧૯) DGCA : ડિરેક્ટોરેટ જનરલ ઓફ એવિએશન. *રૂટસઓનલાઇન સરવે, ૨૦૧૮નો પ્રથમ અર્ધવર્ષનો સમયગાળો)
- ૨૦૧૮: વિશ્વમાં સૌથી ઝડપથી વદ્ધિ કરી રહેલી એરલાઇન તરીકે ગણના (રૂટસઓનલાઇન*, અગ્રણી વૈશ્વિક ઉડ્ડ્યન પોર્ટલ)
- ૨૦૧૮: પસંદગીયુક્ત શ્રેષ્ઠ એરલાઇન તરીકે હોસ્પિટાલિટી ઇન્ડિયા એવૉર્ડ
- ૨૦૧૬: ભારતની બીજી સૌથી વિશ્વસનીય એરલાઇન બ્રાન્ડ, બ્રાન્ડ ટ્રસ્ટ રીપોર્ટ, ઇન્ડિયા સ્ટડી
- ૨૦૧૪: કાર્ગો એરલાઇન ઓફ ધ ઇયર – ધી સ્ટેટ ટ્રેડ ટાઇમ્સ
- ૨૦૧૪: સ્વદેશી એરલાઇન માટે ધી બેસ્ટ ઓનબોર્ડ સર્વિસ- ટુડેઝ ટ્રાવેલર એવૉર્ડ
- ૨૦૧૩: સ્વદેશી એરલાઇન માટે ધી બેસ્ટ ઓનબોર્ડ સર્વિસ- ટુડેઝ ટ્રાવેલર એવૉર્ડ
- ૨૦૧૦: ભારતની અગ્રણી બજેટ/ઓછા ખર્ચની વાહક- ઇન્ડિયન હોસ્પિટાલિટી એક્સેલન્સ એવૉર્ડઝ
- ૨૦૦૮: ગુણવત્તા અને પ્રવાસમાં ઉત્કૃષ્ટતા માટે શ્રેષ્ઠ સ્વદેશી એરલાઇન રાઇટર્સ એસોસિયેશન