ગાંધીનગર ખાતે મહાત્મા મંદિર ખાતે ૫ જાન્યુઆરીથી ત્રિદિવસીય ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમીટનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ દ્વારા કરવામાં આવશે. ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ પ, ૬ અને ૭ જાન્યુઆરી સુધી યોજાશે.
દેશ-વિદેશમાં વસતા પાટીદાર બિઝનેશમેનમાં આકર્ષવા માટે આશરે ૫૦૦ જેટલા સ્ટોલ્સની વ્યવસ્થા કરવામાં આવી છે. ૩૦થી વધુ દેશોના ૧૦,૦૦૦ જેટલા ડેલિગેટ્સ ઉપસ્થિત રહેવાના તથા ૩ લાખથી વધુ મુલાકાતીઓ આ સમિટની મુલાકાત લેશે તેવી આશા આયોજકો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.
સમિટમાં અગ્રણી પાટીદાર બિઝનેશમેન્સ ઉપસ્થિ રહેશે. સમિટમાં અનેક કાર્યક્રમો આવરી લેવામાં આવ્યા છે, જેમાં રોજગાર મેળો, બિઝનેસ સેમિનાર, કન્વેન્શન, બીટુબી મીટીંગ્સ, પ્રદર્શન (એક્ઝિબિશન ), વગેરે. નો સમાવેશ થાય છે.