અમદાવાદ સ્થિત ગ્લોબલ લોંગ લાઇફ હોસ્પિટલ એન્ડ રીસર્ચ લિમીટેડ (ગ્લોબલ હોસ્પિટલ) બોમ્બે સ્ટોક એક્સચેંજના એસએમઇ પ્લેટફોર્મ BSE એસએમઇ પર IPO લાવી રહી છે. ગ્લોબલ લોંગ લાઇફ હોસ્પિટલ એન્ડ રીસર્ચ લિમીટેડનો હેલ્થકેર સેગ્મેન્ટનો આઇપીઓ 21મી એપ્રિલ 2022 થી ખુલ્લો મુકાશે અને તારીખ 25મી એપ્રિલે 2022એ બંધ થશે. ગ્લોબલ હોસ્પિટલ ગ્લોબલ હોસ્પિટલ બીએસઇ એસએમંઇ પર આઇપીઓ થકી પ્રાયમરી માર્કેટમાંથી રૂ 49 કરોડ એકત્ર કરશે. જેમાં કંપની રુ 140ના એક એવા ભાવથી 1000ના લોટમાં તેના શેર આઇપીઓ થકી ઓફર કરશે.
ગ્લોબલ હોસ્પિટલ 2012માં પ્રાઇવેટ કંપની તરીકે કાર્ય શરુ કરનારી આરોગ્ય ક્ષેત્રે સેવા આપતી મલ્ટી સ્પેશિયાલીટી કંપની કાર્યરત થઇ હતી જે ગ્લોબલ લોંગ લાઇફ હોસ્પિટલ એન્ડ રીસર્ચ લિમીટેડ વર્ષ 2021માં પબ્લિક લિમીટેડ કંપની બની છે. કંપનીના સ્થાપક અને માર્ગદર્શક સુરેશભાઇ જાનીએ નિષ્ણાંત તબીબો અને રોકાણકારોની મદદથી આંતરરાષ્ટ્રીય કક્ષાની આરોગ્ય -સ્વાસ્થ્ય સેવા સ્થાનિક સ્તેરે પહોચાડવા આ ક્ષેત્રે ઝંપલાવ્યું છે.
 


 
                                 
                              
		 
		 
		 
		 
		 
		 
		