ગ્લૉબલ ગુજરાતી ફેડરેશન દ્વારા એનઆરઆઈ અને વ્યક્તિવિશેષ મહાનુભાવોનું સેલ્યૂટ ઈન્ડિયા એવોર્ડથી સન્માન કરાયું

Rudra
By Rudra 1 Min Read

ગ્લૉબલ ગુજરાતી ફેડરેશન એટલે કે વૈશ્વિક ગુજરાતી સંગઠનના ઉપક્રમે આગામી એએમએમાં સેલ્યૂટ ઇન્ડિયા એવોર્ડ એનાયત સમારંભ યોજાયો હતો. આ સમારંભમાં દરિયાપાર તથા ભારતની કેટલીક વ્યક્તિવિશેષનું સેલ્યૂટ ઈન્ડિયા એવોર્ડ આપીને અભિવાદન કર્યું હતુ.

આ સમારંભમાં ડૉ. મીતા પીર (પેન્સેવેલિયા-અમેરિકા), હેમાબહેન શેઠ- ભગિની સમાજ- દાહોદ, રેખાબહેન ગાંધી- ઈન્દોર, અશોક ભટ્ટ (લોસ એન્જેલસ), તેજસ પટવા (એટલાન્ટા), ડૉ. વાસુદેવ પટેલ (એટલાન્ટા), ડૉ.પ્રતિભા આઠવલે, (ગુજરાત), પ્રકાશ પટેલ-પીવી (હ્યુસ્ટન- અમેરિકા), ભાવિક શાહ (જાપાન), રાજેન્દ્ર પરમાર (જાપાન), દેવેનભાઈ પટેલ (અમેરિકા), તથા કેના શાહ (જાપાન, યુવા પ્રતિભા)ને એવોર્ડ એનાયત કરાયા હતા.

નોંધનીય છે કે, વિદેશમાં વસતા આશરે 3 કરોડ એનઆરઆઈ લોકોમાં 35 ટકા જેટલા ગુજરાતીઓ છે. વિશ્વના 129 દેશોમાં ગુજરાતીઓ વસવાટ કરે છે. તેઓ ગુજરાતના ઉત્થાનમાં વિવિધ રીતે મદદ કરે છે. તેની પ્રિતભા અને ભાવનાને બિરદાવવા માટે વર્ષ 2014થી નિયમિત રીતે સેલ્યૂટ ઇન્ડિયા એવોર્ડ એનાયત કરવામાં આવે છે.

Share This Article