ભારતની નંબર વન સ્માર્ટફોન બ્રાડ શાઓમીએ જે રેડમી નોટના અનુગામીની લાંબા સમયથી રાહ જોવાઇ રહી હતી તેવા નવા રેડમી નોટ ૭ પ્રો અને રેડમી નોટ ૭ની જાહેરાત કરી હતી. રેડમી નોટ લાઇન-અપ જ્યારે ૨૦૧૪માં સૌપ્રથમ વખત મુકવામાં આવ્યો ત્યારથી આ ફોન ડીઝાઇન અને કોમ્પ્યુટીંગ ક્ષમતામાં ભારે ફેરફાર દર્શાવે છે.
આ પ્રસંગે બોલતા શાઓમી ઇન્ડિયાના એમડી અને શાઓમીના વીપી મનુ જૈને જણાવ્યું હતું કે, “રેડમી નોટ ૭ સિરીઝ અમારી રેડમી નોટ લાઇનમાં નોંધપાત્ર ઉમેરણ છે, જે જીવન માટેની અમારી વિચારધારા દરેક માટે સંશોધનને આગળ ધપાવે છે. રેડમી નોટ ૭ પ્રોમાં શક્તિશાળી ૪૮એમપી કેમેરાનો સમાવેશ ઉપરાંત ક્વાલકોમ સ્નેપડ્રેગોન ૬૭૫થી પણ સજ્જ છે તેની સાથે આકર્ષક ઔરા ડિઝાઇન ઓફર કરે છે. અને રેડમી નોટ ૭ તેવી જ રીતે અનેક સુંદર લાક્ષણિકતાઓની ઓફર કરે છે. આ પ્રકારની મૂલ્યવાન ઓફરિંગ્સ સાથે રેડમી નોટ ૭ સિરીઝ અમારા MI ચાહકો અને ઉપભોક્તાઓ માટે સંપૂર્ણ પેકેજ છે જે લોકો સચોટ પ્રમાણિક ભાવે સુંદર ગુણવત્તા મિશ્રણ સાથે નવીન પ્રોડક્ટ્સનો આનંદ ઉઠાવવા માગે છે.”
અત્યાર સુધી અત્યંત શક્તિશાળી રેડમી સિરીઝ હોવા છતાં, રેડમી નોટ ૭ સિરીઝ ઔરા ડીઝાઇન ધરાવે છે – વધુ એર્ગોનોમિક, સ્લિક અને પ્રિમીયમ સ્ટાઇલની ડીઝાઇન લેંગ્વેજમાં નોંધપાત્ર પરિવર્તન દર્શાવે છે. આગળ અને પાછળના ભાગને ર્કોર્નિગ® ગોરિલા® ગ્લાસ ૫માં આવરી લેવાની સાથે, રેડમી નોટ પ્યોર ગ્રુન્ટ, બંધબેસતી શૈલી અને ફંકશન ધરાવે છે. ડોટ નોચ ડીસ્પ્લે ૬.૩ ઇંચનો છે તેમજ ૧૯.૫:૯ ૨૩૪૦ x ૧૦૮૦-પિક્સલ LTPS પેનલ ઔરા ડીઝાઇનથી પર ધરાવે છે.
પાછળના ભાગને ગોરિલા ગ્લાસ ૫ સાથે આવરી લેવાતા રેડમી નોટ ૭ સિરીઝને નવી રેન્જના કલર્સની હરોળમાં રાખે છે અને ક્વાલકોમિં® ક્વિક ચાર્જ ૪નો™ સપોર્ટ ધરાવે છે.
રેડમી નોટ ૭ પ્રો – ૪૮એમપી કેમેરા બીસ્ટ
સૌપ્રથમ વખત રેડમી નોટ લાઇન-અપ, રેડમી નોટ ૭ પ્રો નેબ્યુલા રેડ અને નેપ્ચ્યુન બ્લ્યુ કલર મોડેલમાં ઢોળાવવાળી ડીઝાઇન દર્શાવશે. રેડમી નોટ ૭ પ્રો જે ઔરા ડીઝાઇન ધરાવે છે તે ફક્ત કલર્સ અથવા ગોરિલા ગ્લાસ ૫ બોડી અપનાવે છે તેવું નથી, પરંતુ દરેક કોમ્પોનન્ટસ સાથે મળીને રેડમી નોટ ૭ને એક સુંદર રીતે કાર્ય કરતું ઉપકરણ કેવી રીતે બનાવ્યું તે પણ દર્શાવે છે.
સોની IMX૫૮૬ સાથે બિનસમાંતરીત ૪૮MPડિટેઇલ
ભારતમાં સૌપ્રથમ વખત શાઓમી સ્માર્ટફોન કેમેરા મોકલશે જે યૂઝર્સને રેડમી નોટ ૭ પ્રો સાથે ૪૮MP ફોટો લેવામાં મદદ કરશે. ટોપ ઓફ ધ લાઇનનું મિશ્રણ કરતા સોની IMX૫૮૬ સેન્સર અને સ્પેક્ટ્રા ૨૫૦L ISPનું એડવાન્સ્ડ સિગ્નલ પ્રોસેસિંગનું મિશ્રણ કરતા રેડમી નોટ ૭ પ્રો હેન્ડી કેમેરા કરતા પણ વધુ છે જે કોઇ પણ ખિસ્સામા સમાઇ જાય છે.
ƒ/૧.૭૯ જેટલા પહોળા એપર્ચરને કારણે, રેડમી નોટ ૭ પ્રો એવી ઇમેજ ઉત્પન્ન કરવા સક્ષમ છે કે જે ડિટેઇલના બિનસમાંતરીત સ્તરો સાથે જીવનમાં સચોટ હોય. PDAF ફિકસીંગ ઝડપી હોય અને પોઇન્ટ પર હોય તેની પણ ખાતરી રાખે છે.
MIUI કેમેરાના અદ્યતન એલ્ગોરિધમથી સજ્જ રેડમી ૭ પ્રો યૂઝર્સ લાઇવ પોર્ટ્રેઇટસ, લિવ સ્ટુડીયો પોર્ટ્રેઇટ્સ અને ઘણા બધાનો લાભ ઉઠાવવામાં સક્ષમ બનશે.૫MP કેમેરા સેન્સર મુખ્ય ૪૮MP સેન્સર અનુસાર કામ કરે છે જેથી ઊંડાણપૂર્વકની માહિતીની ગણતરી કરી શકાય અને ઊંડી બોકેહ ઇફેક્ટ સાથે સુંદર સચોટ પોર્ટ્રિટ શોટ્સ ઉત્પન્ન કરી શકાય.
ખાસ ટ્યૂન કરવામાં આવેલ સ્ટેડી હેન્ડલ્ડ નાઇટ ફોટોગ્રાફી મોડ દરેકને ઓછો પ્રકાશવાળી સ્થિતિમાં પણ સુંદર શોટ્સ લેવામાં સહાય કરે છે.