કેન્સરના દર્દીઓને એક જ ડોઝ દવા આપવાથી કેન્સરમાંથી મુક્તિ મળશે

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

દુનિયામાં ઘણા સમયથી કેન્સર સામે લડત ચાલી રહી છે, આ રોગને જડમૂળમાંથી કાઢવા માટે વૈજ્ઞાનિકો રાત દિવસ દવા બનાવવા પ્રયાસ કરી રહ્યાં છે, પરંતુ ક્યારેય આ રોગ સામે યોગ્ય દવા મળી શકી નહીં. હવે આ મામલે વધુ એક અપડેટ સામે આવ્યુ છે. દુનિયાની હેલ્થ સિસ્ટમ માટે ગુડ ન્યૂઝ છે કે હવે કેન્સરની દવા મળી ગઇ છે. તો હાલમાં લગભગ ૧૮ કેન્સર રોગીઓ પર એક દવાનુ ટ્રાયલ કરવામાં આવ્યુ હતુ, આ એકદમ સક્સેસ થઇ ગયુ છે.

આ ટ્રાયલ બાદ રોગીએ સંપૂર્ણપણે કેન્સરમુક્ત થઇ ગયા હતા. ન્યૂયોર્ક ટાઈમ્સ મુજબ દવા Dostarlimabએ પરીક્ષણમાં રેક્ટલ કેન્સરથી પીડિત દરેક પ્રતિભાગી દર્દીને સાજા કરી દીધા હતા. તેમણે લગભગ છ મહિના માટે ડોસ્ટારલિમૈબ લીધુ અને ૧૨ મહિના પછી ડોક્ટરોએ જોયુ કે તેમનુ કેન્સર સંપૂર્ણ રૂપે ગાયબ થઈ ગયુ છે. આ બધાને કેન્સર એકજ સરખા સ્ટેજમાં હતુ. આ સ્થાનિક રીતે મલાશયમાં હતુ પણ અન્ય અંગોમાં ફેલાયુ નહોતુ.  આ દરમિયાન, મેમોરિયલ સ્લોન કેટરિંગ કેન્સર સેન્ટરના ઓન્કોલોજિસ્ટ ડૉ. એન્ડ્રીયા સેરસેકે અને પેપરના સહ-લેખકે તે ક્ષણનું વર્ણન કર્યું કે જ્યારે રોગીઓને જાણ થઈ કે તેઓ કેન્સર-મુક્ત હતા, બધાની આંખમાં ખુશીઓના આંસુ આવી ગયા.

Share This Article