નવી દિલ્હી : ભારતીય સ્પેસ રિસર્ચ સંસ્થા ( ઇસરો)એ ૪૦માં કોમ્યુનિકેશન સેટેલાઇટ જીસેટ-૩૧ને આજે સફળરીતે લોંચ કરવામાં આવતા ખુશીનુ મોજુ ફરી વળ્યુ હતુ. આ લોંચ ફ્રેન્ચ ગુયાનામાં સ્થિત યુરોપિયન સ્પેસ સેન્ટરથી ભારતીય સમય મુજબ બુધવારના દિવસે રાત્રે ૨-૩૧ વાગે લોંચ કરવામા આવ્યા બાદ ૪૨ મિનિટના ગાળા બાદ આ સેટેલાઇટ તેના નિર્ધાિરત પરિભ્રમણ કક્ષામાં ગોઠવાઇ જતા વૈજ્ઞાનિકોએ રાહત અનુભવી હતી. આ લોંચ એરિયન સ્પેસના એરિયન-૫ રોકેટ માટે કરવામાં આવ્યુ ત્યારે ઇસરોના તમામ લોકોની નજર તેના પર હતી. અત્રે નોંધનીય છે કે ગયા વર્ષે ૧૯મી ડિસેમ્બરના દિવસે ઇન્ડિયન રિસર્સ સ્પેશ ઓર્ગેનાઇઝશને પોતાના કોમ્યુનિકેશન સેટેલાઇટ જીએસએલવી-એફ૧૧ જીસેટ-૭એને લોંચ કરી દેતા ઉપસ્થિત વૈજ્ઞાનિકોમાં ખુશીનું મોજુ ફરી વળ્યું હતું.
લોન્ચિંગના થોડાક સમય બાદ જ તે સફળતાપૂર્વક પરિભ્રમણ કક્ષામાં પ્રવેશ કરી જતાં ખુશીનું મોજુ ફરી વળ્યું હતું. આ સેટેલાઇટ ભારતીય હવાઇ દળ માટે ખાસ હતુ. આ સેટેલાઇટનો ખર્ચ ૫૦૦થી ૮૦૦ કરોડ રૂપિયા રહ્યો હતો. જીસેટ-૭એથી પહેલા જીસેટ-૭ સેટેલાઇટ જેને રુકમણી નામ આપવામાં આવ્યું હતું તે પણ લોંચ કરવામાં આવી ચુક્યું છે. ૨૯મી સપ્ટેમ્બર ૨૦૧૩ના દિવસે આની લોંચ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. તે ભારતીય નૌકા સેના માટે તૈયાર કરવામાં આવેલા ખાસ સેટેલાઇટ તરીકે છે. આ સેટેલાઈટ નેવીના યુદ્ધ જહાજા, સબમરીન અને વાયુ દળને સંચારની સુવિધા ઉપલબ્ધ કરાવે છે.
એમ માનવામાં આવે છે કે, આવનાર થોડાક વર્ષોમાં ભારતીય હવાઇ દળને એક વધુ સેટેલાઇટ જીસેટ-સી મળી શકે છે. જેના માટે ઓપરેશન આધારિત નેટવર્કમાં વધારે મદદ મળશે. જીસેટ-૭એથી માત્ર હવાઈદળના એરબેઝને ઇન્ટરલિંક કરી શકાશે નહીં બલ્કે આના મારફતે ડ્રોન ઓપરેશનમાં પણ મદદ મળશે. આના મારફતે ડ્રોન આધારિત ઓપરેશનમાં એરફોર્સની ગ્રાઉન્ડ રેંજમાં વધારો થશે. હાલના સમયમાં ભારત, અમેરિકામાં બનેલા પ્રિડેટર બી અથવા સી ગાર્ડિયન ડ્રોનને હાંસલ કરવાના પ્રયાસમાં છે.