બારડોલી : કોસંબા પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે અને આગળની તપાસ ચાલુ છે માંગરોળના કોસંબા ટાઉનમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં 20 વર્ષની વિદ્યાર્થિનીએ આપઘાતનો પ્રયાસ કર્યો છે. વિદ્યાર્થિની પોતાના પ્રેમી સાથે ફોન પર વાત કરી રહી હતી ત્યારે તેના પિતાને જાણ થતાં તેમણે ઠપકો આપ્યો અને મોબાઈલ ફોન જપ્ત કરી લીધો હતો. આ નાની બાબતથી નારાજ થયેલી વિદ્યાર્થિનીએ લોહી વધારવા માટે લેવાતી આયર્નની ગોળીઓ મોટી માત્રામાં ગળી લીધી હતી. તેની તબિયત બગડતાં પરિવારજનો તાત્કાલિક તેને નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયાં, જ્યાં સમયસર સારવાર મળતાં તેનો જીવ બચી ગયો છે.સુરત ગ્રામ્ય આર.આર સરવૈયાએ આ ઘટના અંગે જણાવ્યું કે, કોસંબા પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે અને આગળની તપાસ ચાલુ છે. તેમણે યુવાનોને મોબાઈલનો વધુ પડતો ઉપયોગ ન કરવા અને સોશિયલ મીડિયાથી દૂર રહેવા અપીલ કરી છે. આ ઘટના સુરત જિલ્લામાં માતા-પિતા માટે ચેતવણીરૂપ બની છે. વિદ્યાર્થિની હાલ સારવાર હેઠળ છે અને તેની સ્થિતિ સ્થિર છે.
ક્રિકેટ જગતના દિગ્ગજ કપિલ દેવે અદાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાં ISSO સ્વિમિંગ રીજનલનું ઉદઘાટન કર્યું
અદાણી ઇન્ટરનેશનલ સ્કૂલે ઇન્ટરનેશનલ સ્કૂલ્સ સ્પોર્ટ્સ ઓર્ગેનાઈઝેશન (ISSO) સ્વિમિંગ રીજનલ ચેમ્પિયનશિપની યજમાની કરી વડોદરા : અદાણી ઇન્ટરનેશનલ સ્કૂલે ઇન્ટરનેશનલ સ્કૂલ્સ...
Read more