અમદાવાદમાં ખુલ્લા ખાડામાં પડવાના લીધે બાળકીનું મોત થયું છે. વટવામાં આર્થિક રીતે નબળા વર્ગ માટે બનાવવામાં આવેલા મકાનોમાં ત્રણ વર્ષની બાળકીનું ખાડામાં પડી જતાં મોત નીપજ્યું છે. આ ઘટના બનવા પાછળનું કારણ એ છે કે મકાન તોડવામાં આવ્યા પછી લેવલિંગ કરીને પુરાણ કરવામાં આવ્યું ન હોવાના લીધે આ ઘટના બની હતી.
અમદાવાદમાં ખુલ્લા ખાડામાં પડવાના લીધે બાળકીનું મોત થયું છે. વટવામાં આર્થિક રીતે નબળા વર્ગ માટે બનાવવામાં આવેલા મકાનોમાં ત્રણ વર્ષની બાળકીનું ખાડામાં પડી જતાં મોત નીપજ્યું છે. આ ઘટના બનવા પાછળનું કારણ એ છે કે મકાન તોડવામાં આવ્યા પછી લેવલિંગ કરીને પુરાણ કરવામાં આવ્યું ન હોવાના લીધે આ ઘટના બની હતી. અમદાવાદ શહેરના વટવા વોર્ડમાં આવેલા રેલ્વે સ્ટેશન પાસે તોડી પાળવામાં આવેલા ઇડબલ્યુએસ ફ્લેટવાળી જગ્યામાં ખુલ્લા ખાડામાં એક ત્રણ વર્ષની દીકરી પ્રીતિ સંજયભાઈ કટારા ખાડામાં પડી જતાં મૃત્યુ પામી છે.
આ બાબતને લઈને સ્થાનિક રહીશોનો આરોપ છે કે આ મકાન તોડી પાડીને લેવલિંગ કે પુરાણ કરવામાં ન આવ્યું હોવાના લીધે ઘટના બની છે. આ કિસ્સામાં વટવા પોલીસે અકસ્માત ગુનો નોંધીને તપાસ આદરી છે. આજુબાજુમાં સીસીટીવી નથી, તેથી પોલીસ આ કેસમાં નજરે જોનાર સાક્ષીઓના આધારે પોલીસ કામ કરી રહી છે. આ કિસ્સામાં પોલીસ કદાચ કોર્પોરેશનનો જવાબ માંગી શકે તેમ છે. કોર્પોરેશન તેના સ્વભાવ મુજબ કોન્ટ્રાક્ટર પર જવાબદારી ઢોળી શકે છે. છેવટે પોલીસ કોન્ટ્રાક્ટરનો જ કાંઠલો ઝાલે તેમ છે. જો કે વસાહતોના રહેણાક વિસ્તારની વાત આવે ત્યારે આ પ્રકારની ખરાબ કામગીરી કાંઈ નવી જ વાત નથી. આ બતાવે છે કે તંત્ર આ જ રીતે કામગીરી કરતું રહ્યું તો આ પ્રકારના મોત ભવિષ્યમાં પણ જોવા મળશે. પણ ગરીબોના જીવની કિંમત કોણ સમજે છે. જ્યાં સુધી પગ તળે રેલો આવતો નથી ત્યાં સુધી આ સ્થિતિ રહેવાની છે.