નવી દિલ્હી: મરાઠી અને હિન્દી સિનેમાની જાણીતી એક્ટ્રેસ ગિરીજા ઓક છેલ્લા બે દાયકાથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સક્રિય છે, પરંતુ આ મહિનાની શરૂઆતમાં તેનું એક ઇન્ટરવ્યૂ વાયરલ થઈ રહ્યું છે, જેણે રાતોરાત તેને નેશનલ ક્રશ બનાવી દીધી છે,બ્લ્યૂ સાડીમાં તેની સાદગી ભરેલી મુસ્કાને સોશિયલ મીડિયા પર તહેલકો મચાવી દીધો છે. લોકો તેના ઇન્ડિયાઝ સિડની સ્વીની કહીને વખાણ કરી રહ્યાં હતા, પરંતુ હવે ગિરીજાએ આ ફેમના કાળા પાસા વિશે ખુલીને વાત કરી છે.ધ લલ્લનટોપને આપેલા ઇન્ટરવ્યૂમાં 37 વર્ષ ગિરીજાએ નેશનલ ક્રશ બન્યા પછીની સાઇડ ઇફેક્ટ વિશે વાત કરી.ગિરીજા ઓકે કહ્યું, કોઈએ પૂછ્યું કે શું કંઈ બદલાયું? મેં કહ્યું, નહીં, એક્સ્ટ્રા વર્ક ઓફર્સ મળી રહી નથી. પરંતુ વાયરલ થયા પછી તેના ઇન્સ્ટાગ્રામ અને બીજા પ્લેટફોર્મ્સ પર ક્રીપી ડાયરેક્ટ મેસેજનો ઢગલો આવ્યો છે.તેણે જણાવ્યું કે, કોઈએ કહ્યું, ‘તારા માટે કંઈપણ કરી શકું છું, એક તક આપો.’ કોઈએ તો તેનો ભાવ પણ પૂછી લીધો, ‘એક કલાક વિતાવવાની કિંમત શું છે?’ આવા ઘણાં મેસેજ છે, હકીકત એ છે કે, અસલ જીવનમાં આ લોકો મને જોઈને નજર પણ ઉઠાવતા નથી. પરંતુ સ્ક્રીન પાછળ કંઈપણ બોલી દે છે. આ અજીબ જોન છે. વર્ચ્યુઅલ સ્પેસને કેટલું સીરિયસ લેવું, તેના પર મોટી ચર્ચા થઈ શકે છે.ગીરિજા ઓકે પોતાના કરિયરની શરૂઆત ટીનએજમાં મરાઠી ફિલ્મ ‘મનીની’થી કરી હતી. તેણે તારે જમીન પર અને ‘શોર ઇન ધ સિટી’ જેવી હિન્દી ફિલ્મોમાં નાની ભૂમિકાઓ કરી હતી.મરાઠી ફિલ્મોમાં તે ‘લેડીઝ સ્પેશિયલ’ અને ‘મોર્ડનર લવ મુંબઈ’ જેવા ટીવી શોથી પોતાની ઓળખ બનાવી ચૂકી છે. ગીરિજાને છેલ્લીવાર મનોજ બાજપેયી સાથે નેટફ્લિક્સ ફિલ્મ ‘ઇન્સ્પેક્ટર જેંદે’માં જોવા મળી હતી.