નવીદિલ્હી: ઉત્તર ભારતીયો લોકો ઉપર થઇ રહેલા હુમલા વચ્ચે મોટી સંખ્યામાં હિજરત કરી રહ્યા છે. ઉત્તર ભારતમાંથી ૫૦૦૦૦થી પણ વધુ લોકો હજુ સુધી ગુજરાતના જુદા જુદા ભાગોમાંથી વતન પરત ફરી ચુક્યા છે. એક અગ્રણી અંગ્રેજી અખબારમાં આ અંગેના અહેવાલ પ્રકાશિત કરાયા બાદ સરકારની ચિંતા વધી ગઈ છે. ૧૪ મહિનાની બાળકી ઉપર બળાત્કારની ઘટના બન્યા બાદ ઉત્તર ભારતીયો ઉપર કેટલીક જગ્યાએ હુમલા કરવામાં આવી ચુક્યા છે. જેના પરિણામ સ્વરુપે દહેશતમાં રહેલા ૫૦૦૦૦થી પણ વધુ લોકો પોતાના વતન પરત ફરી ચુક્યા છે.
વતન ફરવાનો સિલસિલો જારી રહ્યો છે. ગીતા મંદિર બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન ઉપર મોટી સંખ્યામાં ઉત્તર ભારતીય લોકોને વતન ફરતા હાલમાં જાઇ શકાય છે. રાજ્યના ઔદ્યોગિક પટ્ટા અને જીઆઈડીસી એસ્ટેટમાં મુખ્યરીતે ઉત્તર ભારતીય લોકોમાં વધારે દહેશત દેખાઈ રહી છે. જા કારોબાર આ વિસ્તારમાં સંપૂર્ણપણે ઠપ છે. અમદાવાદ જેવા શહેરી વિસ્તારમાં સ્થિતિ કાબૂ હેઠળ છે પરંતુ જીઆઈડીસી એસ્ટેટ અને ઔદ્યોગિક પટ્ટામાં લોકો આવી રહ્યા નથી. ઉત્તર ભારતીય વિકાસ પરિષદના પ્રમુખ શ્યામસિંહ ઠાકુરે કહ્યું છે કે, અમને એકલા રવિવારના દિવસે જ ૭૦૦ કોલ મળ્યા હતા. હજુ સુધી ૫૦૦૦૦ ઉત્તર ભારતીય લોકો દહેશતના કારણે વતન પરત ફરી ચુક્યા છે.
મોટાભાગના લોકો ઉત્તરપ્રદેશ અને બિહારના છે. જીઆઈડીસી અને ઔદ્યોગિક પટ્ટામાં હાલત ખુબ જ કફોડી બનેલી છે. જા કે, અમદાવાદ જેવા મોટા શહેરોમાં સ્થિતિ કાબૂ હેઠળ છે. ગુજરાતના બિઝનેસ અને ઇન્ડસ્ટ્રીને મોટો ફટકો પડી શકે છે. કારણ કે, ત્રણ મહિના સુધી આ લોકો પરત ફરે તેવી શક્યતા નથી. મહેસાણા જીઆઈડીસીમાં ૭૦ ટકા મજુરો વતન ફરી ચુક્યા છે. તેમણે કહ્યું હતું કે, અમે હેલ્પલાઈન નંબર શરૂ કરી ચુક્યા છે જેના આધાર પર અમને ૭૦૦ કોલ મળી ચુક્યા છે. મોટાભાગના કોલ હુમલાની અફવા સાથે સંબંધિત હોય છે. મિટિંગો અને રેલીઓનો દોર ચાલી રહ્યો છે. ગ્રામીણ વિસ્તારોમાં સૌથી કફોડી હાલત છે. સ્થાનિક પોલીસ સુધી પહોંચવા અથવા તો કોલ કરવા માટે તેમને કહેવામાં આવ્યું છે.
ગુજરાતના મોટાભાગના મજુરો ઉત્તરપ્રદેશ અને બિહારના છે. અફવાઓનો દોર હાલમાં ગરમ બનેલો છે. તેમણે કહ્યું છે કે, માસુમ બાળકી ઉપર બળાત્કારનો બનાવ ખુબ જ કમનસીબ છે. તે કોઇ એક સમુદાયનો નથી. તે દરેક ભારતીય સમુદાયની છે. રાજનીતિ આમા રમવામાં આવી રહી છે. ઉત્તર ભારતીય લોકો સ્થાનિક નોકરી મારફતે રોજગારી મેળવે છે. નોકરી અને બળાત્કારના બનાવને એક બીજા સાથે કોઇ લેવા દેવા નથી. તેમણે એમ પણ કહ્યું છે કે, ઉત્તરપ્રદેશ અને બિહારમાંથી મોટી સંખ્યામાં લોકો અહીં મજુરી કામ માટે આવેલા છે અને પોતાની રીતે કમાણી કરી રહ્યા છે. શાંતિથી રહી રહ્યા છે.