પીએમ પદ વગર કોંગ્રેસ પાર્ટી ગઠબંધનની સરકારમાં જોડાશે

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

નવી દિલ્હી :  સામાન્ય ચૂંટણી પહેલા ભલે એક તબક્કામાં મતદાન બાકી છે પરંતુ કોંગ્રેસ પાર્ટીએ તો બહુમતિ ન મળવાની સ્થિતીમાં ગઠબંધનના સંકેત આપી દીધા છે. એટલુ જ નહીં કોંગ્રેસે કહ્યુ છે કે જો તેને ગઠબંધનમાં પીએમ પદ નહીં મળે તો પણ તેને કોઇ સમસ્યા રહેશે નહીં. કોંગ્રેસના સિનિયર નેતા ગુલામ નબી આઝાદે કહ્યુ છે કે પાર્ટીના એકમાત્ર ઉદ્ધેશ્ય એનડીએ સરકારને કેન્દ્રમાં ફરી એકવાર આવવાથી રોકવા માટેનો છે. આઝાદે કહ્યુ હતુ કે અમે પહેલા જ વલણ સ્ષષ્ટ કરી ચુક્યા છીએ.

જો કોંગ્રેસની તરફેણમાં સહમતિ બને છે તો અમે નેતૃત્વ કરવા માટે તૈયાર થઇશુ. પરંતુ અમારો ઉદ્ધેશ્ય હમેંશા એ રહ્યો છે કે એનડીએની સરકારની સત્તામાં વાપસી થઇ શકે નહીં. અમે સર્વસંમતિ સાથે લેવામાં આવેલા નિર્ણય સાથે આગળ વધીશુ. કોંગ્રેસ લીડરના નિવેદન આ બાબતના સંકેત છે કે પાર્ટી સામાન્ય ચૂંટણીમાં પરિણામને લઇને વધારે ઉત્સાહિત નથી. સાથે સાથે ભાજપને રોકવા માટે કોઇ પણ કિંમતમાં ગઠબંધનમાં મોટા ત્યાગ માટે તૈયાર છે.

કોંગ્રેસના મહાસચિવે કહ્યુ હતુ કે જ્યાં સુધી અમને પીએમ પોસ્ટ માટે કોઇ વાત કરવામાં ન આવે ત્યાં સુધી અમે આ મુદ્દા પર કોઇ વાત કરીશુ નહીં. કેન્દ્રિય પ્રધાન રાજનાથ સિંહે  હાલમાં કહ્યુ હતુ કે જા તેને સામાન્ય ચૂંટણીમાં જીત માટે વિશ્વાસ છે તો તે પીએમ પદના ઉમેદવાર માટે નામની જાહેરાત કરી શકે છે.

Share This Article