નવી દિલ્હી : લોકસભા ચૂંટણી માટે સાત તબક્કામાં યોજાનાર ચૂંટણી માટે પ્રથમ તબક્કાના મતદાન આડે વધારે સમય રહ્યો નથી ત્યારે ભારતીય જનતા પાર્ટીએ આજે તેનો ઘોષણાપત્ર જારી કર્યો હતો. જેમાં અનેક મોટા વચન આપવામા આવ્યા છે. જેમાં નાના ખેડુતો અને દુકાનદારોને પેન્શન આપવાની વાત કરવામાં આવી છે. સાથે સાથે તમામ વર્ગના લોકોને આવરી લેવામાં આવ્યા છે. ઘોષણાપત્રમાં સાફ શબ્દોમાં કહેવામાં આવ્યુ છે કે રાષ્ટ્રવાદ પ્રત્યે અમારી પૂર્ણ કટિબદ્ધતા છે. ત્રાસવાદ પ્રત્યે જીરો ટોલરન્સની આક્રમક નીતિ જારી રહેશે. સાથે સાથે એક મજબુત અને નિર્ણાયક સરકાર અપવાની ખાતરી આપવામાં આવી છે. ઘોષણાપત્ર હાઇલાઇટ્સ નીચે મુજબ છે.
- રાષ્ટ્રવાદ પ્રત્યે અમારી પૂર્ણ કટિબદ્ધતા છે. ત્રાસવાદ પ્રત્યે જીરો ટોલરન્સની આક્રમક નીતિ હશે
- એક મજબુત અને નિર્ણાયક સરકાર આપવાની ખાતરી
- કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ તમામ ખેડુતોને આપવામાં આવનાર છે.
- નાના અને સિમાન્ત ખેડુતોને ૬૦ વર્ષના ગાળા બાદ પેન્શનની સુવિધા આપવામાં આવનાર છે.
- રાષ્ટ્રીય વેપાર પંચની રચના કરવામાં આવશે
- દેશના નાના તમામ દુકાનદારોને પણ ૬૦ વર્ષના ગાળા બાદ પેન્શનની સુવિધા આપવામાં આવશ
- સમગ્ર દેશમાં એક સાથે લોકસભા અને રાજ્ય વિધાનસભાની ચૂંટણી યોજવા પર ભાર મુકવામાં આવનાર છે.
- ખેડુતો પર આગામી પાંચ વર્ષના ગાળામાં ૨૫ લાખ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવનાર છે.
- ક્રેડિટ કાર્ડ પર જે એક લાખ રૂપિયા સુધી લોન મળે છે તેના પર પાંચ વર્ષમાં વ્યાજ શુન્ય ટકા રહેશે.
- યુનિફોર્મ સિવિલ કોડને લાગુ કરવામાં આવશ
- રામ મંદિર પર તમામ શક્યતાને ચકાસવામાં આવનાર છે. મંદિરનુ વહેલી તકે શાંતિપૂર્ણ માહોલમાં નિર્માણ થાય તેવા પ્રયાસ કરાશે
- કલમ ૩૫ એ દુર કરવાની ખાતરી આપવામા આવી.