અમદાવાદ : ભાવનગરનાં ઘોઘા નજીક દરિયાઇ વિસ્તારમાં આવેલા પિરમબેટ ટાપુ પાસે મધદરિયે વરૂણ નામની ટગ બોટમાં આજરોજ કોઇ કારણોસર બ્લાસ્ટ થયો હતો. જેમાં ત્રણ વ્યક્તિના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. બ્લાસ્ટ બાદ બોટ ડૂબવા લાગી હતી. આખરે બોટે જળસમાધિ લઈ લીધી હતી. આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. સુરક્ષા એજન્સીઓએ સ્થાનિક પોલીસ અને નેવીની મદદથી સમગ્ર પ્રકરણમાં તપાસ હાથ ધરી છે. વરૂણ નામની આ બોટ અલંગથી પિરમબેટ ટાપુ આવતા શિપને એન્કરિંગ માટે આવતી હતી. વરૂણ ટગ શિપ એન્કરિંગ તેમજ શિપને ડીઝલ સપ્લાય કરવાનું કામ કરતી હતી. ઘટનાને પગલે જીએમબીના અધિકારીઓ પણ ત્યાં દોડી ગયા હતા.
ઘોઘાનાં દરિયાઈ વિસ્તારમાં આવેલા પિરમબેટ ટાપુ પાસે મધદરિયે વરૂણ નામની ટગ બોટમાં બ્લાસ્ટ થયો હતો. ટગ બોટમાં આગ લાગવાનાં કારણે ૩ લોકોનાં મોત થયાની આશંકા છે. જહાજ ચેક કરવા ગયેલી ટગ બોટમાં આગ લાગી હતી. વરૂણ નામની ટગ બોટમાં બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ બાદ અન્ય ૩ ટગ બોટ મદદ માટે મોકલાઈ હતી. ડીઝલ સપ્લાય દરમિયાન બોટમાં બ્લાસ્ટ થયો હતો. ભાવનગર એંકરેજમાં કસ્ટમનાં અધિકારીને લઇને બોટ ગઈ હતી. બ્લાસ્ટ બાદ બોટ ડૂબવા લાગી હતી.
ફક્ત ૪૭ સેકન્ડમાં જ સંપૂર્ણ બોટ ડૂબી ગઈ હતી. બોટમાં છ ક્રુ મેમ્બર સવાર હતા જેમાંથી ત્રણને બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે અન્ય ત્રણ જણ ડૂબી ગયાની આશંકા સેવાઇ રહી છે. જા કે, તેમની સુરક્ષા એજન્સીઓ અને બચાવ ટીમ દ્વારા તેઓની શોધખોળ ચાલુ છે. આ બોટ અલંગથી પિરમબેટ ટાપુ આવતા શિપને એન્કરિંગ માટે આવતી હતી. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ, ભાવનગરનાં ઘોઘાનાં મધદરિયે એક એમ.વી.પોલ નામનાં જહાજને ડીઝલ અને બો‹ડગ કરવા વરૂણ નામની ટગ જતી હતી. આ દરમિયાન એકાએક ટગમાં બ્લાસ્ટ થતા આ ઘટના સર્જાઇ હતી.