ડીજે નિહાર સાથે 2023ના વર્ષનું નવા જોશ સાથે સ્વાગત કરવા થઇ જાવ તૈયાર

News KhabarPatri
By News KhabarPatri 2 Min Read

નવું વર્ષ જીવનમાં નવી ઉર્જા અને જોશના વિપુલ સ્ત્રોતનો સંચાર કરે છે. નવું વર્ષ નવા સપના અને નવી જીદને લઇને આવે છે. ત્યારે આપણે પણ તેટલા જ જોશ સાથે નવા વર્ષનું સ્વાગત કરી ઉજવણી પણ કરવી જોઇએ. આપના આ ન્યૂ યર સિલિબ્રેશનને યાદગાર બનાવવા માટે ડીજે નિહાર લઇને આવી રહ્યાં છે એનર્જેટિક અને વાઇબ્રન્ટ ન્યૂ યર પાર્ટી ‘ન્યૂ યર બાસ એક્ઝાલ્ટ’, જે પોતાના પ્રકારની એક અનોખી ‘થીમ 22’ સાથે કોર્ટયાર્ડ બાય મેરિયોટ, સિંધુભવન, અમદાવાદ ખાતે 31 ડિસેમ્બરના રોજ સાંજે 8 કલાકે યોજાવા જઇ રહી છે.

એનર્જેટિક અને વાઇબ્રન્ટ પાર્ટી ન્યૂ યર બાસ એક્ઝાલ્ટ વિશે ડીજે નિહારે જણાવ્યું, “ન્યૂ યર વેલકમ પાર્ટી ‘ન્યૂ યર બાસ એક્ઝાલ્ટ’ આપના પ્રિયજન કે મિત્રો સાથે કેટલીક અવિસ્મરણીય પળોનો અનુભવ બનાવવા માટે સંપૂર્ણપણે સજ્જ છે. આ સિલિબ્રેશન કલરફૂલ લાઈટ્સ અને ‘થીમ 22’ સાથે આપને આપના પ્રિયજન સાથે મ્યુઝિકલ ઇવનિંગમાં ડૂબી જવાની, જ્યારે મિત્રો સાથે નવા વર્ષના પ્રારંભ નવી ઉર્જાના સંચારની ખાતરી આપે છે. ‘ન્યૂ યર બાસ એક્ઝાલ્ટ’ પોતાની અનોખી ‘થીમ 22’ના નામ સાથે તદ્દન સુસંગત છે, જ્યાં સેલિબ્રેટર્સ માટે લોન્ગેસ્ટ બફેટમાં અવનવી વાનગીઓ આપની સ્વાદની રૂચિને સંતોષવા માટે તૈયાર છે, જે પોતાની સાથે 22 સ્ટાર્ટર, 22 મોકટેઇલ્સ અને અન્ય ઘણું બધુ લઇને આવી રહી છે.”

આપના પ્રિયજન અને મિત્રો સાથે કોર્ટયાર્ડ બાય મેરિયોટ ખાતે ‘ન્યૂ યર બાસ એક્ઝાલ્ટ’માં નવા વર્ષને આવકારવા માટે આજે જ બૂકિંગ કરાવો. એન્ટ્રી પાસીસ બૂક માય શો પર ઉપલબ્ધ છે. ઉપરાંત, ‘ન્યૂ યર બાસ એક્ઝાલ્ટ’ માટે વીઆઈપી પાસીસ અને પ્રીમિયમ સિટીંગ પણ ઉપલબ્ધ છે.

Share This Article