દુબઈ સ્થિત ફ્લાયદુબઈએ આજે કતારમાં આગામી ફૂટબોલની સ્પર્ધા માટે દુબઈ અને દોહા વચ્ચે મેચના દિવસની શટલ ફ્લાઈટ્સ તેની વેબસાઈટ પર બુક કરવા ઉપલબ્ધ હોવાની ઘોષણા કરી છે. આ મેચના દિવસની શટલ ફ્લાઈટો કતાર એરવેઝ અને અન્ય ભાગીદાર જીસીસી નેશનલ કેરિયર્સ સાથે ભાગીદારીમાં ઓફર કરાઈ રહી છે અને ફૂટબોલના ચાહકોને 21 નવેમ્બરથી 18 ડિસેમ્બર, 2022 સુધી હાથ ધરાનારી ફૂટબોલ મેચો માટે સુવિધાજનક પ્રવાસ વિકલ્પ ઓફર કરાય છે.
સ્પર્ધાની મુદત માટે ફ્લાયદુબઈ પ્રવાસીઓને તેમની ફ્લાઈટ્સ પસંદ કરવા મહત્તમ સુવિધા આપીને દુબઈ અને દોહા વચ્ચે રોજની 30 સુધી વળતી ફ્લાઈટ ઓફર કરશે. આ સેવાને લીધે મેચ ટિકિટના ધારકો દુબઈથી મુક્ત રીતે અવરજવર કરી શકશે, વાતાવરણનો આનંદ લઈ શકશે અને દોહામાં ફૂટબોલ મેચ માણી શકશે અને તે જ દિવસે દુબઈથી પાછી આવી શકશે.
આ ઘોષણા પર બોલતાં ફ્લાયદુબઈના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (સીઈઓ) ઘાઈથ અલ ઘાઈથે જણાવ્યું હતું કે: “અમને કતાર એરવેઝ અને અન્ય ભાગીદાર જીસીસી નેશનલ કેરિયર્સ સાથે આગામી ફૂટબોલ સ્પર્ધા દરમિયાન પ્રવાસ સરળ બને તે માટે ભાગીદારી કરવાની ખુશી છે. એકત્ર આવીને અમે દુનિયાભરના ફૂટબોલના ચાહકોને ઉષ્માભરી મહેમાનગતી અનુભવવા અને અમારા પ્રદેશની સમૃદ્ધ સંસ્કૃતિ અનુભવવા તક આપીશું. તેઓ બે દેશોના સાઈટ્સ એન્ડ સાઉન્ડ્સ જોઈ શકશે. અમને આ ભાગીદારી કરવાનું સન્માનજનક લાગે છે, જેનાથી વધુ વોકો ફૂટબોલ માટે તેમનો પ્રેમ આદાનપ્રદાન કરવા માટે દુબઈ અને કતાર વચ્ચે પ્રવાસ કરશે, કારણ કે આ સ્પોર્ટિંગ ઈવેન્ટ પહેલી વાર મિડલ ઈસ્ટ અને આરબ દુનિયામાં આવી છે.”
વળતી મેચના દિવસની શટલ ફ્લાઈટ ઈકોનોમી ક્લાસમાં USD 258થી અને બિઝનેસ ક્લાસમાં USD 998થી ઉપલબ્ધ થશે. આસાન પ્રવાસ અનુભવની ખાતરી રાખવા માટે આ ભાડાંમાં હેન્ડ બેગેજ એલાવન્સ, સ્નેક ઓન બોર્ડ અને દોહા તથા સ્ટેડિયમમાં એરપોર્ટ વચ્ચે કોમ્પ્લિમેન્ટરી ગ્રાઉન્ડ ટ્રાન્સપોર્ટેશનનો સમાવેશ થાય છે. રોજ ફ્લાઈટની ઉચ્ચ સાતત્યતાને લીધે પ્રવાસીઓને મેચ શરૂ થવાના કમસેકમ ચાર કલાક પૂર્વે દોહામાં આવે તે રીતે ફ્લાઈટની પસંદગી કરવાની સલાહ છે. ઉપરાંત પ્રવાસીઓને તેમની ફ્લાઈટના તેમના હૈયા કાર્ડ (ફેન આઈડી) અગાઉથી નોંધાવવાની સલાહ છે, કારણ કે તે સર્વ મેચના દિવસની શટલ ફ્લાઈટ્સ પર પ્રવાસ માટે અને કતારમાં પ્રવેશ માટે આવશ્યક છે.
આ સમર્પિત અને સુવિધાજનક સેવા દુબઈ વર્લ્ડ સેન્ટ્રલ (ડીડબ્લ્યુસી)થી ઓપરેટ થશે અને ખાસ મેચની ટિકિટના ધારકોને મળશે. મેચના દિવસની શટલ ફ્લાઈટો અલગ આઈટિનરી તરીકે બુક કરવાનું આવશ્યક છે અને કનેક્ટિંગ આઈટિનરીના ભાગરૂપે બુકિંગ માટે ઉપલબ્ધ નથી. આ ફ્લાઈટો બોઈંગ 737 મેક્સ એરક્રાફટની એરલાઈનની ફ્લીટ દ્વારા ઓપરેટ કરાશે, જે પ્રવાસીઓને ઓન બોર્ડ વધુ આરામ આપશે.
મેચના દિવસની ટિકિટો નહીં ધરાવતા પ્રવાસીઓ માટે ફ્લાયદુબઈની દુબઈ ઈન્ટરનેશનલ (ડીએક્સબી) અને હમદ ઈન્ટરનેશનલ એરપોર્ટ (ડીઓએચ) વચ્ચે શિડ્યુલ્ડ ફ્લાઈટ્સ આ સમયગાળામાં સંચાલન ચાલુ રાખશે.
ફ્લાયદુબઈની મેચના દિવસની શટલ ફ્લાઈટ વિશે વધુ માહિતી અહીં મળશે: https://www.flydubai.com/en/plan/match-day-shuttle-flights-to-doha
હૈયાકાર્ડ વિશે માહિતી અહીં મળી શકશેઃ https://hayya.qatar2022.qa/
મેચના દિવસની શટલ ફ્લાઈટ્સ ફ્લાયદુબઈની વેબસાઈટ પરથી બુક કરી શકાશેઃ flydubai.com