રૂહીની અણધારી ગર્ભાવસ્થા સાથે ચઢાવ ઉતારની સવારી માટે થઈ જાઓઃ ઊપ્સ અબ ક્યા?

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

~ પ્રેમ મિસ્ત્રી અને દેબાત્મા મંડલ દ્વારા દિગ્દર્શિત અને ડાઈસ મિડિયા દ્વારા નિર્મિત આ હાસ્યસભર મનોરંજક શો કોલાહલ, કોમેડી અને હૃદયસ્પર્શી ભાવનાઓના ઉત્તમ સંમિશ્રણનું વચન આપે છે ~

મુંબઈ : એક અણધારી ગર્ભાવસ્થા ઘણા બધા લોકોનું જીવન કઈ રીતે બદલી શકે? આ પ્રેમની મોસમમાં ડિઝની+ હોટસ્ટાર ઊપ્સ! અબ ક્યા?ની રિલીઝ સાથે પ્રેમ, હાસ્ય અને ઘોંઘાટનો હૃદયસ્પર્શી ડોઝ તમને આપવા માટે સુસજ્જ છે. આ બોલકણી કોમેડી યુવા મહિલાના ચઢાવઉતારભર્યા જીવન પર છે, જેનું ઉત્તમ નિયોજનબદ્ધ જીવન અકસ્માતે કૃત્રિમ ગર્ભાધાન પછી હાસ્યના ગાંડપણમાં ફસાઈ જાય છે. આથી વધુ રોચક વાત શું છે? દાતા બીજું કોઈ નહીં પણ તેનો વર્તમાન બોસ છે!

આ સિરીઝ કોમેડીનું હુલ્લડ હોવા સાથે પરંપરા, આધુનિકત અને પ્રેમ એમ સર્વ સૌથી અણધાર્યા સંજોગોમાંથી પસાર થતી મહિલાઓની ત્રણ પેઢીની હૃદયસ્પર્શી વાર્તા છે. શ્વેતા બસુ પ્રસાદ, અશીમ ગુલાટી, જાવેજ જાફરી, સોનાલી કુલકર્ણી, અપરા મહેતા, અભય મહાજન અને અમી એલા અભિનિત ઊપ્સ! અબ ક્યા? આ પ્રેમની મોસમમાં પ્રસારિત થનારું રોમાન્સ અને પેટ પકડાવીને હસાવનારા ડ્રામાનું ઉત્તમ સંમિશ્રણ છે.

શ્વેતા બસુ પ્રસાદ કહે છે, સુંદર વાર્તા જીવન કઈ રીતે અણધાર્યા વળાંકો લાવી શકે અને તેની સાથે કઈ રીતે પનારો પાડવો જોઈએ તેની પર છે. આ પાત્ર ભજવવાની બહુ ખુશી થઈ, કારણ કે રૂહી બોલ્ડ, વલ્નરેબલ અને હાસ્યસભર રિલેટેબલ છે. મને લાગે છે કે દર્શકો તેની અંદર થોડું થોડું પોતાને જોશે અને તેના સર્વ ગાંડપણના પ્રેમમાં પડીને રહેશે. આ ટ્રીટ બની રહેશે!”

Share This Article