ભારત સહિત એશિયન દેશોમાં પશ્ચિમી સંસ્કૃતિના અનુકરણના પગલે જીવનશૈલી અને ખાનપાનમાં મોટું પરિવર્તન આવ્યું છે, જેના કારણે લોકોનું જીવન બેઠાડું થઇ ગયું છે. બેઠાડુ જીવન હોવાના કારણે લોકોને હાઇપર ટેન્શન જેવી વ્યાધિઓ સતાવવા લાગી છે.હાઇપર ટેન્શન જેવી ગંભીર બીમારી પ્રત્યે જો બેદરકારી સેવવામાં આવે તો દર્દીએ જીવ ગુમાવવો પડે છે. બ્લડપ્રેશરની સમસ્યા ત્યારે જ ઊભી થાય છે જ્યારે શરીરમાં લોહીનો સંચાર ઘટી જાય છે. લોહીનો સંચાર ઘટી જાય ત્યારે બીપી ઘટી જાય છે. સામાન્ય બ્લડ પ્રેશરમાં તંદુરસ્ત વ્યક્તિનું બ્લડ પ્રેશર સામાન્ય રીતે ૧૨૦/૮૦ એટલે કે ૧૨૦ ઉપરનું અને ૮૦ નીચેનું હોવું જોઇએ. ડોક્ટરો મુજબ હાલમાં ૧૪૦/૯૦ સુધીના બ્લડ પ્રેશરને સામાન્ય માનવામાં આવે છે. ????શું છે હાઇપર ટેન્શન?… તે જાણો.. જ્યારે ૧૪૦/૯૦ કરતાં વધી જાય ત્યારે હાઇબ્લડપ્રેશરને હાઇપર ટેન્શન કહેવામાં આવે છે. ‘હાઇપર ટેન્શન’ એક ગ્રીક શબ્દ છે. ‘હાઇપર’ એટલે ઊંચું. પ્રેશરનું ઉપર તરફ ખેંચાવું. તે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. હાઇપર ટેન્શનમાં જોવા મળતા લક્ષણો જેમ કે બેચેનીનો અનુભવ થવો,ચક્કર આવવા,માથું ભારે લાગવું,ધબકારામાં વધઘટ થવી,છાતીમાં ભાર લાગવો,કાનમાં તમરા બોલવા, પગમાં સોજા ચડી જવા,જેવા લક્ષણો જોવા મળે છે.
હાઇપર ટેન્શનમાં શરીર પર થતી અસર…. આંખનું હેમરેજ થવાની શક્યતા છે.સ્ટ્રોક આવવાથી પેરાલિસિસ થઈ શકે છે.કિડની ફેઇલ થવાની શક્યતા વધી જાય છે. હાર્ટ એટેક અને હૃદયના રોગ થઇ શકે છે. કાબુમાં રાખવા શું કરશો?… તે જાણો.. સમયસર દવા લેવી જોઈએ,કસરત કરવી જોઈએ,ભોજનમાં મીઠું ઓછું લેવું જોઇએ, બ્લડ પ્રેશરને કાબુમાં રાખવા નિયમિત પ્રેશર ચેક કરાવવાની સાથે સાથે આહારની ટેવોમાં પરિવર્તન લાવવું ખૂબ જ જરૂરી છે. આહારમાં તેલ, ઘી, ચીઝ, બટર, જેવા ખાદ્ય પદાર્થો લેવા જોઈએ નહીં.પૂરતી ઊંઘ લેવાની સાથે સાથે લીલા શાકભાજી, ફળોનું સેવન ભરપૂર પ્રમાણમાં કરવું જોઈએ.જો બ્લડ પ્રેસર પર કંટ્રોલ ન કરવામાં આવે તો કિડની ફેલ્યોર, પેરાલિસિસ,હાર્ટ એટેક,આંખને નુકસાન વગેરે જેવી સમસ્યા ઉત્પન્ન થઇ શકે છે. લોકોમાં એવી માન્યતા છે કે એક વખત હાઇપરટેન્શન થઇ ગયા બાદ તે ક્યારેય મટતો નથી. તેની કાયમ દવા લેવી પડે છે પણ હકીકતમાં એવું નથી.હાઇપર ટેન્શન થવા પાછળના કારણો પણ ઘણાં બધાં છે. જેમ કે, સ્ટ્રેસફુલ લાઇફ, વધુ પડતી દવાઓનું સેવન કે પછી વધતી જતી ઉંમર વગેરે જવાબદાર હોય છે. એ પાછળના મુખ્ય કારણને શોધીને તેની સારવાર કરવામાં આવે તો મોટાભાગના કેસમાં હાઇપરટેન્શન પર કાબૂ મેળવી શકાય છે.