જર્મન સરકારે એક મોટો ર્નિણય લીધો છે. ત્યાંના ગૃહ મંત્રાલયે કહ્યું છે કે તુર્કીથી ટ્રેનિંગ લઈને જર્મની આવતા ઈમામો પર પ્રતિબંધ રહેશે. અત્યાર સુધીની સિસ્ટમ અનુસાર, જર્મની તેની મસ્જિદોમાં તુર્કીના ઈમામની નિમણૂક કરે છે. જર્મની ધીમે ધીમે પોતાના દેશમાં ઈમામોને તાલીમ આપવાનું શરૂ કરશે. નવા કરાર મુજબ પશ્ચિમી શહેર દાલહેમમાં દર વર્ષે લગભગ ૧૦૦ ઈમામોને તાલીમ આપવામાં આવશે. આ તાલીમ ફક્ત તુર્કીની મદદથી જ હાથ ધરવામાં આવશે. જર્મની અહીં મુસ્લિમોમાં એકતા લાવવા માટે આવું કરી રહ્યું છે.. જર્મનીના ગૃહમંત્રી નેન્સી ફેસરે કહ્યું છે કે આપણને એવા ધાર્મિક નેતાઓની જરૂર છે જે આપણા દેશને જાણે, આપણી ભાષા બોલે અને આપણા મૂલ્યો માટે ઊભા હોય. આપણા દેશમાં મૌલવીઓની તાલીમ પછી જ આ શક્ય બનશે. આ ઇમામ ધીમે ધીમે લગભગ ૧,૦૦૦ મૌલવીઓનું સ્થાન લેશે. આ તમામ ૧૦૦૦ તુર્કીમાં તાલીમ લીધા બાદ બર્લિન ગયા હતા. જર્મનીમાં લગભગ ૫૫ લાખ મુસ્લિમો રહે છે. આ જર્મનીની કુલ વસ્તીના લગભગ ૭ ટકા છે.. જર્મનીમાં અંદાજે ૨,૫૦૦ મસ્જિદો છે. તેમાંથી ૯૦૦નું સંચાલન DITIB નામની સંસ્થા પાસે છે. DITIB તુર્કીમાં ધાર્મિક બાબતોની શાખા છે પરંતુ તેના પર વારંવાર તુર્કી સરકારના હાથ તરીકે કામ કરવાનો આરોપ છે. જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલે ઘણા સમય પહેલા આપણા જ દેશમાં ઈમામને તાલીમ આપવાની જરૂરિયાત વ્યક્ત કરી હતી. મર્કેલનું માનવું હતું કે આ સાથે જર્મનીના લોકો વધુ સ્વતંત્રતા અનુભવી શકશે.
અનંત નેશનલ યુનિવર્સિટીએ બે આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોનું આયોજન કર્યું
અમદાવાદ : અનંત નેશનલ યુનિવર્સિટીએ તાજેતરમાં જ બે સીમાચિહ્નરૂપ આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોનું આયોજન કર્યું હતું. ‘ધ ઈન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન ઈન્ડિજિનિયસ નોલેજ...
Read more