રિલાયન્સ જીઓ અને એરટેલે ઘોષણા કરી છે કે, તેમની એપ્લીકેશન જીઓ ટીવી અને એરટેલ ટીવી ઉપર ફૂટબોલ વર્લ્ડકપ 2018નું જીવંત પ્રસારણ કરવામાં આવશે. ફિફા વર્લ્ડકપ 2018નું આયોજન રશિયામાં કરવામાં આવ્યુ છે. આ ફૂટબોલ વર્લ્ડકપ આખા વર્ષનો સૌથી મોટી ફૂટબોલ ટૂર્નામેન્ટ છે. જો તમે ફૂટબોલ પ્રેમી છો તો 14 જૂનથી લઇને 15 જૂલાઇ સુધી આ એપ્લિકેશન પર ફૂટબોલનું જીવંત પ્રસારણ જોઇ શકશો. આ સિવાય અફઘાનિસ્તાન અને ભારત વચ્ચે 14 જૂનથી 18 જૂન વચ્ચે ટેસ્ટમેચ પણ છે. તે મેચ પણ તમે લાઇવ જોઇ શકશો.
એરટેલ ટીવી એપ પર ફિફા વર્લ્ડકપનું પ્રસારણ હિંદી અને અંગ્રેજી સિવાય ક્ષેત્રીય ભાષામાં પણ થશે. તે સિવાય મેચ સંબંધિત કેટલાક અપડેટ્સ પણ તમને આપવામાં આવશે. આ એપ દ્વારા મેચના અમુક એક્સ્ક્લુઝીવ વિડીયો પણ તમે જોઇ શકશો. જે ફક્ત આ એપનો ઉપયોગ કરનારા યુઝર્સ માટે જ હશે. તેને આ એપના યુઝર ડાઉનલોડ કરી શકશે.
ભારતમાં ક્રિકેટ માટે જેટલો ક્રેઝ છે તેટલો ક્રેઝ બીજી કોઇ રમત માટે નથી. થોડા વર્ષોથી ફૂટબોલ, હોકી અને કબડ્ડી પ્રત્યે પણ ભારતીય લોકો આકર્ષાયા છે. ફૂટબોલમાં હવે સુનિલ છેત્રીના લીધે રસ લેતા થયા છે. હવે ફૂટબોલ રસિયા ગમે ત્યાં હોય તે મેચ જોવાથી વંચિત નહી રહે. જીઓ અને એરટેલ ટીવી પર તમે ફૂટબોલની મેચ લાઇવ જોઇ શકશો.