તમે તમારી આસપાસ ઘણી પોસ્ટ ઓફિસ જોઈ હશે અને કોઈને કોઈ કામ માટે ત્યાં ગયા પણ હશો, પરંતુ શું તમે GENZ પોસ્ટ ઓફિસ જોઈ છે. જી હા, સુરતમાં પહેલી અને ગુજરાતની બીજી પોસ્ટ કેફે શહેરના SVNIT ખાતે આવેલી પોસ્ટ ઓફિસ ખાતે બનાવવામાં આવી છે. આ પોસ્ટ કેફેમાં કઈ કઈ સુવિધાઓ મળે છે આવો જાણીએ.

સુરતના SVNIT ખાતે આવેલ પોસ્ટ ઓફિસમાં બની છે પોસ્ટ કેફે” (Post Cafe) એ ભારતીય ટપાલ વિભાગ (India Post) દ્વારા શરૂ કરવામાં આવેલી એક નવી અને આધુનિક પહેલ છે. આ અંતર્ગત કેટલીક મુખ્ય પોસ્ટ ઓફિસોના પરિસરમાં કેફે ખોલવામાં આવ્યા છે, જ્યાં લોકો ટપાલ સેવાઓની સાથે નાસ્તા અને કોફીનો આનંદ માણી શકે છે. યુવા પેઢીને પોસ્ટ ઓફિસ તરફ આકર્ષવા માટે તેને ‘નવી પેઢી’ના ટચ સાથે રજૂ કરવાનો આ એક પ્રયાસ છે. પોસ્ટ ઓફિસની જૂની છબી બદલીને તેને એક આધુનિક સેવા કેન્દ્ર તરીકે સ્થાપિત કરવાનો હેતુ છે.
View this post on Instagram
આ પોસ્ટ કેફે ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે ડિઝાઈન કરવામાં આવ્યો છે. જેમાં તમને ચા-કોફી અને નાસ્તા સાથે રીડિંગ સ્પેસ પણ મળે છે. જ્યાં તમને પોતાની મનગમતી બુક્સ વાંચી શકો છે. એટલું જ નહીં, એક પોસ્ટ ઓફિસમાં મળે છે એવી તમામ સુવિધાઓ ગ્રાહકો અહીં મેળવી શકશે. જેમ કે, આધાર અપડેટ, સેવિંગ એકાઉન્ટ, ડિઝિટલ પેમેન્ટ સર્વિસ, મેગેઝિન સર્વિસ અને નાની બચત માટે અલગ અલગ સ્કિમ સહિતની સુવિધાઓ મળી રહી છે. છે ને મજાની જગ્યા?
