જનરલી ગ્રુપ અને સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયાએ તેમના લાઈફ અને જનરલ ઈન્સ્યોરન્સ સંયુક્ત સાહસ માટે નવી બ્રાન્ડની ઓળખની જાહેરાત કરી

Rudra
By Rudra 2 Min Read

અમદાવાદ : જનરલી ગ્રુપ તથા સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયાએ તેમની લાઈફ અને જનરલ ઈન્સ્યોરન્સ સંયુક્ત સાહસ-જનરલી સેન્ટ્રલ માટે એક નવી બ્રાન્ડની ઓળખની જાહેરાત કરી છે. નવી બ્રાન્ડનું નામ-જનરલી સેન્ટ્રલ લાઈફ ઈન્સ્યોરન્સ અને જનરલી સેન્ટ્રલ ઈન્સ્યોરન્સ-જનરલી ગ્રુપની વૈશ્વિક નિપૂર્ણતા અને સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયાની વિશ્વાસપાત્ર વિરાસતને એક સાથે રજૂ કરવાનું પ્રતિનિધિત્વ કરે છે, જે ગ્રાહકોને માટે સૌથી મૂલ્યવાન બાબતો જેમ કે: તેમનો પરિવાર, તેમનું સ્વાસ્થ, તેમની સંપત્તિ અને તેના ભવિષ્યનું રક્ષણ કરે છે.

જનરલીના એશિયા રિજનલ ઓફિસર શ્રી રોબ લિયોનાર્ડીએ જણાવ્યું હતું કે, “ભારત ઘણા લાંબા સમયથી જનરલી માટે એક વ્યૂહાત્મક બજાર રહ્યું છે અને સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયા સાથે અમારું સંયુક્ત સાહસ વર્તમાન સમયમાં અને ભવિષ્યને માટે અમારી સંભાવનાઓને દર્શાવે છે.” અમારા બન્ને સંગઠનો વચ્ચે તાલમેળ સ્પષ્ટ છે અને મને સંપૂર્ણપણે વિશ્વાસ છે કે અમે સમગ્ર દેશમાં ભારતીય પરિવારો અને વ્યવસાયોની વાસ્તવિક જરૂરિયાતોનું પ્રતિનિધિત્વ કરનાર સુલભ સમાધાન પ્રદાન કરવાના પોતાના સયુક્ત દ્રષ્ટિકોણને પૂરા કરવામાં સક્ષમ બનશે.”

જનરલી સેન્ટ્રલ બ્રાંડ લોંચમાં એક નવી ઓળખનો સમાવેશ થાય છે, જેમાં એક નવા લોગો તથા ટાઈપોગ્રાફી સાથે એક નવી વેબસાઈટ તથા નવા સોશિયલ મીડિયા ઉપસ્થિતિનો સમાવેશ થાય છે. આ કંપની સુરક્ષા અને વિશ્વસનીયતાના મૂળ મૂલ્યોને મજબૂત કરે છે, તે સાથે જ ડિજીટલ શક્તિ તથા સમગ્ર ભારતમાં સુલભતાને નવેસરથી ધ્યાન કેન્દ્રીત કરવાના સંકેત આપે છે. આ રીબ્રાન્ડિંગ ડિજિટલ ઈનોવેશન અને વિસ્તરીત ડિસ્ટ્રીબ્યુશન પર પણ ભાર આપે છે, જેથી ગ્રાહકો, ભાગીદારો અને હિતધારકો પ્રત્યે કંપનીના લાંબા ગાળાની પ્રતિબદ્ધતા તથા મજબૂત બને છે.

Share This Article