અમદાવાદ : જનરલીએ દેશમાં તેના નવા જોઇન્ટ વેન્ચર (જેવી) પાર્ટનર તરીકે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાની જાહેરાત કરી છે. સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા વર્ષ 1911માં સ્થાપિત સૌથી જૂની જાહેર ક્ષેત્રની બેંકો પૈકીની એક છે, જેનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 461 બિલિયન છે તથા 4,500થી વધુ બ્રાન્ચના ડિસ્ટ્રિબ્યુશન નેટવર્ક દ્વારા 80 મિલિયનથી વધુ ગ્રાહકોને સેવા આપે છે.
સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા સાથેની ભાગીદારી જનરલીની બજાર ઉપસ્થિતિમાં વધારો કરશે, બ્રાન્ડ પોઝિશનિંગ અને લાઇફ અને પીએન્ડસીમાં તેની ડિસ્ટ્રિબ્યુશન ક્ષમતાને મજબૂત કરશે.
જનરલી ગ્રૂપના ડેપ્યુટી સીઈઓ ઇન્શ્યોરન્સ જેમે એન્ચુસ્ટેગુઇએ કહ્યું હતું કે, “અમને સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા સાથે મળીને ભારતમાં અમારા બિઝનેસના નવા પ્રકરણની જાહેરાત કરતા ખુશી થાય છે, જે ખૂબ જ મજબૂત અને ખૂબ જ આદરણીય સ્થાનિક ભાગીદાર છે. અમને વિશ્વાસ છે કે આ ભાગીદારી ભારતના ઉચ્ચ સંભાવનાઓ ધરાવતા માર્કેટમાં જનરલીની ઉપસ્થિતિને મજબૂત કરવામાં મદદ કરશે, જે અમારી ‘લાઇફટાઇમ પાર્ટનર 27: ડ્રાઇવિંગ એક્સેલન્સ’ રણનીતિને અનુરૂપ છે. તે મહત્વપૂર્ણ ભૌગોલિક વિસ્તારોમાં અમારી મુખ્ય ક્ષમતાઓ અને વૃદ્ધિ પર ધ્યાન કેન્દ્રિત કરશે.”