નવી દિલ્હી : વર્તમાન નાણાંકીય વર્ષની બીજી ત્રિમાસિક અવધિ માટે જનરલ પ્રોવિડેન્ટ ફંડ પર વ્યાજદરમાં ઘટાડો કરવામાં આવ્યો છે. ૧૦ બેઝિક પોઇન્ટનો ઘટાડો કરવામાં આવ્યા બાદ હવે આ ફંડ પર જમા રકમ પર વ્યાજદર આઠ ટકાના બદલે ૭.૯ ટકા વ્યાજ મળનાર છે. નવા વ્યાજદરો પહેલી જુલાઇના દિવસથી અમલી કરી દેવામાં આવ્યા છે. આ સંબંધમાં માહિતી જારી કરવામાં આવી ચુકી છે. નાણાં મંત્રાલય તરફથી જારી કરવામાં આવેલી માહિતીમાં કહેવામાં આવ્યુ છે કે નાણાં મંત્રાલય દ્વારા જનરલ પ્રોવિડેન્ટ ફંડ અથવા તો (જીપીએફ) પર મળનાર વ્યાજ દરમાં ૧૦ બેઝિક પોઇન્ટનો ઘટાડો કરવામાં આવ્યો છે.
પહેલી જુલાઇથી ૭.૯ ટકા વ્યાજર મળનાર છે. વ્યાજદરમાં ઘટાડો કરવામાં આવ્યા બાદ જીપીએફમાં રોકાણ કરી ચુકેલા લોકોને આંશિક રીતે નુકસાન થનાર છે. નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે આ વ્યાજદર કેન્દ્ર સરકારના કર્મચારીઓ, રેલવે, સુરક્ષા બળોની ભવિષ્ય નિધી, ઇન્ડિયન ઓર્ડિનેન્સ ફેક્ટરીઓના કર્મચારીઓના ભવિષ્ય નિધી પર લાગુ થનાર છે. જીપીએફના સભ્યો માત્ર સરકારી કર્મચારી તરીકે હોય છે. સરકારી કર્મચારીઓ પોતાના વેતનના એક હિસ્સાને આમાં રોકાણ કરે છે.
જેના એક હિસ્સાને રિટર્ન તરીકે તેમની નિવૃતિ માટે મળનાર રકમ તરીકે હોય છે. સરકારી કર્મચારીઓને મોટો ફટકો પડી ગયો છે. જીપીએફ પર વ્યાજના દર ઘટી જતા તેમને ફટકો પડી શકે છે. સરકારી કર્મચારીઓ તરફથી હજુ સુધી કોઇ પ્રતિક્રિયા કરવામાં આવી નથી. આના વ્યાજદરને ઘટાડી દેવા પર હાલ ચર્ચા ચાલી રહી હતી. જનરલ પ્રોવિડંડ ફંડને ખુબ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે.