ચૂંટણી પંચ દ્વારા દેશમાં સામાન્ય ચૂંટણી માટે રણશિંગુ ફુકી દેવામાં આવ્યુ છે. જા કે તમામ રાજકીય પક્ષો તો પહેલાથી જ તમામ તૈયારીમાં લાગેલા હતા. ચૂંટણી કાર્યક્રમની જાહેરાત થયા બાદ હવે તમામનો પ્રશ્ન એ થાય છે કે આખરે આ વખતે શુ થશે ? આ ચૂંટણી પહેલાની ચૂંટણીની તુલનામાં કેટલીક રીતે અવગ પ્રકારની છે. છેલ્લા એક વર્ષથી વિરોધ પક્ષોનો એક નારો છે અને તે છથે કે મોદીને હટાવો. કોઇ એક નેતાને કેન્દ્રમાં રાખીને સમગ્ર વિરોધ પક્ષની નીતિ તૈયાર કરવામાં આવી રહી છે. કોઇ નેતાને ટાર્ગેટ બનાવીને નીતિ દેશના લોકો પહેલી વખત જાઇ રહ્યા છે. વર્ષ ૧૯૯૧, ૧૯૯૬, ૧૯૯૮, ૧૯૯૯, ૨૦૦૪, ૨૦૦૯ અને ૨૦૧૪ની તુલનામાં આ ચૂંટણી અલગ રીતે રહેનાર છે.
આ તમામ ચૂંટણીમાં કોઇ એક નેતાની સામે વિરોધ પક્ષો એટલા મક્કમ ન હતા. કોઇ એક નેતાનો એટલો વિરોધ પણ અગાઉ રહ્યો નથી. નિતી પર વાત કરવામાં આવે તો યુપીએ હજુ સુધી સંગઠિત સ્થિતીમાં નથી. જ્યારે મોદી અને ભાજપના નેતૃત્વમાં એનડીએ રાષ્ટ્રીય સ્તર પર સંગઠિત છે. તેની પાસ એક શક્તિશાળી અને શાર્પ લીડર છે. તેમની પાર્ટીઓ વચ્ચે રાજ્યોમાં સીટોને લઇને ચિત્ર મોટા ભાગે સ્પષ્ટ થઇ ગયુ છે. આની બિલકુલ વિરુદ્ધમાં વિરોધ પક્ષો એકમત દેખાઇ રહ્યા નથી. મહારાષ્ટ્ર, તમિળનાડુ અને ઝારખંડ જેવા રાજ્યોમાં પણ વિરોધ પક્ષ એક મત દેખાઇ રહ્યા છે. તમામ લોકો સારી રીતે જાણી રહ્યા છે કે આ વખતે ચૂંટણીમાં મુદ્દો રાષ્ટ્રીય છે. રાષ્ટ્રવાદની લહેર હવે જાવા મળી રહી છે. આ વખતે ચૂંટણી રાષ્ટ્રવાદની પીચ પર લડવામાં આવનાર છે. આવી સ્થિતીમાં એનડીએની સ્થિતી મજબુત દેખાઇ રહી છે. છેલ્લી ચૂંટણીમાં એનડીએમાં ૧૮ પક્ષો હતા. જેમની સીટની સંખ્યા ૩૩૬ હતી. આની વિરુદ્ધમાં યુપીએમાં ૧૪ પક્ષો હતા અને તેમની સીટોની સંખ્યા ૬૦ હતી. જા મતના અનુસાર ોવામાં આવે તો છેલ્લી ચૂંટણીમાં ભાજપને ૩૧ ટકા અને એનડીએને ૩૯ ટકા મત મળ્યા હતા. બીજી બાજુ યુપીએને ૨૩.૩ ટકા મત મળ્યા હતા. આ રીતે બંનેની વચ્ચે અંતર એ વખતે ૧૬ ટકા જેટલુ રહ્યુ હતુ.
કોંગ્રેસને ૧૯.૫ ટકા મત મળ્યાહતા. વર્તમાન સમીકરણના મુબ જાવામાં આવે તો ટીડીપી અને આરએલએસપી બહારથયા બાદ એનડીએ ૩૫૦ સીટોની સાથે ઉતરે છે. ચૂંટણીમાં ઉતરતી વેળા તેની પાસે ૪૧ ટકા કરતા વધારે મત છે. યુપીએના રાષ્ટ્રીય સ્વરૂપ નથી. જેથી તેના માટે આ પ્રકારના આંકડા આપી શકાય તેમ નથી. તેની પાસે હાલમાં ૬૮ સીટો રહેલી છે. કોંગ્રેસના ૧૯.૫ ટકા અને બિહાર, મહારાષ્ટ્ર, તમિળનાડુ જેવા તેના સાથી રાજયોમાં સાથી પક્ષો ને ધ્યાનમાં લેવામાં આવે તો તેની મત હિસ્સેદારી ૨૩ ટકાની આસપાસ રહે છે. બંગાળમાં જા ડાબેરીઓ અને ટીએમસી સાથે થાય તો સીટોની સંખ્યા ૭૮ થાય છે. વોટ આશરે ૨૫ ટકા થાય છે. એંકદરે કુલ મળીને વર્ષ ૨૦૧૯ની ચૂંટણીની શરૂઆત પહેલા જાવામાં આવે તો એનડીએની સ્થિતી ખુબ મજબુત છે. યુપીએની સ્થિતી કમજાર છે. પ્રમુખ રાજ્યોમાં ૩૯ સાંસદો આપનાર તમિળનાડુની રાજનીતિમાં ફેરફાર થઇ રહ્યા છે. રાજ્યની રાજનીતિને નિર્ધારિત કરનાર કોઇ શÂક્તશાળી નેતા નથી. કરૂણાનિધી અને જયલલિતા જેવા નેતા હવે તમિળનાડુમાં નથી. ભાજપ અન્નાદ્રમુકની સાથે છે તો ડીએમકેની સાથે કોંગ્રેસ છે. તમામ લોકો માને છે કે વર્ષ ૨૦૧૪ જેવા પરિણામ નહીં આવે પરંતુ એકપક્ષીય જીતની શક્યતા કોઇની પણ દેખાઇ રહી નથી. આવી જ રીતે બિહારમાં ચૂંટણી લાલુ યાદવની ગેરહાજરીમાં થઇ રહી છે.
છેલ્લી વખતે એનડીએને ૪૦માંથી ૩૨ સીટો મળી હતી. જેડીયુ અલગ હતુ. આરજેડી અલગ પાર્ટી હતી. આ વખતે જેડીયુ, ભાજપ અને એલજેપી સાથે છે. બીજી બાજુ હજુ સુધી કોંગ્રેસ, આરજેડી અને સાથી પક્ષો વચ્ચે સમજુતી થઇ શકી નથી. સીટોની વહેંચણીને લઇને કેટલીક સમસ્યા આવી રહી છે. આરજેડી ગઠબંધન એનડીએ કરતા આગળ નિકળી શકશે કે કેમ તે અંગે હાલમાં કોઇ વાત કરવી મુશ્કેલ છે. ૪૮ સીટ વાળા મહારાષ્ટ્રમાં એનડીએ સહજ છે. અહીં ભાજપ અને શિવસેના વચ્ચે સમજુતી થઇ ચુકી છે. જ્યાં બંને પક્ષો ક્રમશ ૨૫ અને ૨૩ સીટ પર ચૂંટણી લડનાર છે. જા કે સૌથી વધારે ૮૦ સીટ આપનાર ઉત્તરપ્રદેશમાં બસપ-સપાના ગઠબંધનમાં કોંગ્રેસ સામેલ નથી. જેથી એંકદરે મોદી અને ભાજપ વિરોધ સ્વર કેટલા પણ ઉંચા હોય તો પણ રાજકીય સમીકરણની દ્રષ્ટિએ વિરોધીઓની સ્થિતી એટલી મજબુત દેખાતી નથી. છ રાજ્યોમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર છે. આ રાજ્યોમાં ૧૦૦ સીટો છે. જે પૈકી કોંગ્રેસને વર્ષ ૨૦૧૪માં માત્ર ત્રણ સીટો મળી હતી. જે પૈકી આ વખતે વિધાનસભા ચૂંટણીમાં મધ્યપ્રદેશ, છત્તિસગઢ અને રાજસ્થાનમાં તેની સ્થિતી મજબુત થઇ છે. આ રાજ્યોમાં ભાજપની સામે કોંગ્રેસની વિધાનસભા ચૂંટણીમાં જીત થઇ છે. આ રાજ્યોમાં કોંગ્રેસને ૩૫ સીટ સુધી મળી શકે છે. રાષ્ટ્રવાદ મુખ્ય મુદ્દો બનનાર છે. રાષ્ટ્રવાદની લહેર ભાજપને ફાયદો કરાવી શકે છે. કોંગ્રેસ પાસે આનો કોઇ જવાબ નથી. રાષ્ટ્રવાદની વચ્ચે એનડીએને પરાજિત કરવાની બાબત યુપીએ માટે મુશ્કેલ બની ગઇ છે.