નવી દિલ્હી : છેલ્લા પાંચ વર્ષના ગાળામાં ગીતા પ્રેસે કોઇ નવા વેચાણ કેન્દ્રની શરૂઆત કરી નથી. છતાં તેના ભારતમાં ૨૧ હોલસેલ કેન્દ્રો રહેલા છે.
ટ્રસ્ટ માત્ર પાંચ રીટેલ દુકાનો અને ૫૨ રેલવે સ્ટેશન વિક્રેતા પર આધારિત છે. ટ્રસ્ટનુ એક કેન્દ્ર તો નેપાળ કાઠમાન્ડુમાં પણ છે. નો પ્રોફિટ લો લોસની સિસ્ટમ પર તે કામ કરે છે. બીબી ત્રિપાઠી કહે છે કે ટસ્ટ્ર દ્વારા કોઇની જાહેરાત કરવામાં આવતી નથી. સાથે સાથે ટ્રસ્ટ માટે કોઇની પાસેથી દાનની માંગ કરવામાં આવતી નથી. તેમ છતાં ટ્ર્સ્ટની લોકપ્રિયતા અદ્ભુત રહી છે. આનાથી એક બાબતો સ્પષ્ટ છે કે ધાર્મિક અને આધ્યાત્મિક જ્ઞાન વિશ્વમાં સતત વધી રહ્યુ છે. જેથી પુસ્તકોની બોલબાલા પણ અકબંધ રહી છે.