ગીતા દર્શન- ૫૦

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

   “ એષા બ્રાહ્મી  સ્થિતિ: પાર્થ નૈનાં પ્રાપ્ય વિમુહ્યતિ ??
    સ્થિત્વાસ્યામાન્તકાલેડ્પિ બ્રહ્મનિર્વાણમૂચ્છતિ ?? ૨/૭૨ ?? “ 

અર્થ –

“ એવી બ્રાહ્મી સ્થિતિને પ્રાપ્ત કર્યા પછી એ સંસારના ભોગ પદાર્થથી કદી મોહિત થતો નથી અને અંત સમયે ઉત્તમ ગતિને પ્રાપ્ત  કરીને મુક્તિને પામે છે. “

મનને કામનાઓ અને ઇચ્છાઓથી મુક્ત કરીને તે જીવાત્મા બ્રહ્મમાં સ્થિત અથવા તો સ્થિર થાય છે. આ સ્થિતિને બ્રાહ્મી સ્થિતિ કહી છે. આ સ્થિતિ જીવ પામી લે છે પછી તે સંસારના ભોગ પદાર્થ અને માયાવી સુખ આપનારાં  તત્વોથી કદાપિ મોહિત થતો જ નથી. અને પોતાના અંતિમ સમયમાં તેને માત્ર અને માત્ર હરિનું જ સ્મરણ રહે છે. આ સ્મરણ રહેવાથી તે જીવાત્માની મુક્તિ થાય છે, તેને ઉત્તમ ગતિ પ્રાપ્ત થાય છે. તેને ફરીથી મનુષ્ય અવતાર લેવો પડતો નથી. આમ જો પ્રભૂશરણ થઇએ, ક્રીષ્ણમય  બની જઇએ, તમામ કામનાઓ ઇચ્છાઓ હંમેશનેમાટે છોડી દઇએ  તો પછી મન પ્રભુમાં જ સ્થિર થઇ જાય છે. અને એકવાર જેને પરમ સુખ, પરમ આનંદ ની અનુભૂતિ થાય તે પછી બીજા નાશવંત અને અલ્પજીવી સુખ કે આનંદ પાછળ શું કામ દોડે ? ઇશ્વરની પ્રાપ્તિનું સુખ એવું છે કે તે પ્રાપ્ત થયા પછી તમને બીજી કોઇ ઝંખના થતી જનથી. બહારની દુનિયાનાં સુખ આપણને ક્ષુલ્લક અને તુચ્છ લાગે છે. ઈશ્વર છે એ જ શાશ્વત છે, એમાં સમાયા પછી બીજે ક્યાંય સમાવા જવાનું આવતું  નથી. આપણે વારંવારભગવદગીતાના શ્ર્લોક્નું અધ્યયનકે શ્રવણ કર્યા કરીએ તો પણ આપણને કામનાઓનો ત્યાગ કરવાની અને કરેલ ત્યાગને જાળવી રાખવાનીજ પ્રેરણા મળે  છે. ઇશ્વરની પ્રાપ્તિઅને કાયમીમોક્ષ એને જઆપણુંલક્ષ્યબનાવીએ. અસ્તુ.

  •  અનંત પટેલ

anat e1526386679192

 

Share This Article