“ વિહાય કામાન્ય: સર્વાન પુમાશ્વરતિ નિ:સ્પૃહ: ??
નિર્મમો નિરહંકાર: સ શાન્તિમધિગચ્છતિ ?? ૨/૭૧ ?? “
અર્થ –
“ એથી હે અર્જુન, બધી જ કામનાઓનો ત્યાગ કર, જે મનુષ્ય મમતા અહંકાર અને બધી જ ઇચ્છાઓથી મુક્ત થઇ જાય છે તે પરમ શાંતિને પામી લે છે. હે અર્જુન, એવો મનુષ્ય બ્રહ્મમાં સ્થિતિ કરે છે. “
કામનાઓ એટલે ઇચ્છાઓનો ત્યાગ કરવાનું કહેવાયું છે. ઇચ્છાઓ કે કામનાઓનો ત્યાગ કરવો હોય તો પહેલાં એ વિચારવું પડે કે ઇચ્છાઓ ક્યાંથી પ્રગટે છે ? કેમ પ્રગટે છે ?મનુષ્યના જન્મ પછી માતા-પિતા-ભાઇ-બહેન-પત્ની-પુત્ર અને પુત્રી સાથે ક્રમશ: લોહીના બંધને બંધાતો જાય છે. સમાજમાં મિત્રો,શિષ્યો તેમ જ અન્ય સ્નેહી-સંબંધીઓ-સાથીઓ સાથે પણ જૂદા જૂદા સંબંધો સ્થાપિત થાય છે. આબધા સંબંધો પરસ્પર અપેક્ષાઓ પ્રગટાવે છે. અપેક્ષાઓમાંથી ઇચ્છાઓ-કામનાઓ પ્રગટે છે. સારું ખાવું,સારી રીતે રાખવું, સારું બોલવું,સારું પહેરવું,-ઓઢવું સારી રીતેરહેવું આ બધી ઇચ્છાઓ છે. તે ઉપરાંત જૂદાં જૂદાં તમામ પ્રકારનાંઇંદ્રિય સુખ ભોગવવા ની ઇચ્છા પણ થાય છે. એક બીજાનું જોઇને દેખા દેખીથી પણ ઇચ્છાઓ અને કામનાઓ જન્મે છે. કામનાઓ અને ઇચ્છાઓ જેમ જેમ સંતાષાતી જાય છે તેમ તેમ વ્યક્તિના મનમાં તેનો અહંકાર પ્રગટતો જાય છે. ભગવાનઅર્જુનજીને કહી રહ્યા છે કે જો તું કામનાઓનો અને ઇચ્છાઓનો ત્યાગકરીશતો તારો અહંકાર પણ નાશ પામશે. અને તો જતારી બુધ્ધિ બ્રહ્મમાંઅર્થાતઇશ્વરમાં સ્થિરથશે. જ્યાં સુધી તમારા સામાજિક અને સાંસારિક સંબંધોમાં તમે ગળાડૂબ રહો ત્યાં સુધીતમારામાં કામનાઓ ઇચ્છાઓ જાગ્યા જકરે છે. જો ઇચ્છાઓનો ત્યાગકરવો હોય તો તેને પ્રગટવા જદેવી નહિ. એ એનો ઉત્તમ ઉપાય છે. તેનેપ્રગટથયાપછી ત્યાગવીતેના કરતાંતેનેપ્રગટ જ ન થવા દઇએ તો ઘણું સારું.આમ કરવા માટે આપણે આપણા સાંસારિક સંબંધો – બંધનોનો ત્યાગકરવો પડશે. તે સંબંધો અને બંધનોઘટાડીશું તો જ ઇચ્છાઓનો ત્યાગકરીશકીશું.અને તો જ તેટલે અંશે બ્રહ્મમાં મનને સ્થિર કરી શકીશું.
અસ્તુ.
- અનંત પટેલ