અધ્યાય – ૨ , શ્ર્લોક –૬૧
“ તાનિ સર્વાણિ સંયમ્ય યુક્ત આસિત મત્પર: ??
વશેહિ યસેન્દ્રીયાણિ તસ્યે પ્રજ્ઞા પ્રતિષ્ઠાતા ?? ૨/૬૧?? “
અર્થ :
“ હે અર્જુન, એથી સાધકે પોતાની ઇન્દ્રીયોનો સંયમ કરી મારું ( પરમાત્માનું) ધ્યાન કરવું જોઇએ. એમ કરવાથી ઇન્દ્રીયો વશમાં રહેશે અને મારામાં ( પ્રભૂમાં ) મન અને બુધ્ધિ સ્થિર કરી શકાશે. “
સાધકને એટલે કે જે વ્યક્તિ પ્રભૂને સાધવા (પામવા) માટે તૈયાર હોય , તેને માટે બધું જ કરી છૂટવા તૈયાર હોય તેવી વ્યક્તિ. ભગવાન કહે છે કે આવા સાધકે પોતાની તમામ ઇન્દ્રિયોને વશ કરવી જોઇએ અને ભગવાનનું જ ધ્યાન કરવું જોઇએ. એકવાર ઇન્દ્રિયોને વશ કરીને વ્યક્તિ પ્રભૂમાં ધ્યાન લગાડે તો પછી પેલી ઇન્દ્રિયો કાયમ માટે વશ ઇ જાય છે. ઇન્દ્રિયોને વશ કરવી એટલે તમને જે મળ્યું છે તેનાથી સંતોષ માનવો તે. જો તમે તમને મળેલી સંપત્તિ, સત્તા, માન મરતબો વગેરેથી સંતુષ્ટ ન થાઓ તો તેને માટે તમારી ઇન્દ્રીયો વધુને વધુ પ્રમાણમાં અનિયંત્રિત બની જશે. જીવનમાં સંતોષ ખૂબ મોટી ચીઝ છે. સંતોષી નર સદા સુખી એવી કહેવતથી પણ આપણે પરિચિત છીએ જ. જીવ સંતોષી બને એટલે ઇન્દ્રીયો આપોઆપ વશ થાય અને ઇન્દ્રીયો વશ થાય એટલે મન પ્રભૂમાં પરોવાઇ જાય છે. મન જ્યારે પ્રભૂમાં પરોવાયું હોય ત્યારે તે વ્યક્તિની બુધ્ધિ સ્થિર થઇ જાય છે. ઇશ્વરમાં તમે સમાઇ જાવ, તમે તમને મળનાર દરેક વ્યક્તિમાં ઈશ્વરનો અંશ હાજર છે એમ માની લો એટલે પછી તમારા મનમાં કશા જતર્ક વિતર્ક, પ્રશ્નો-પૂરક પ્રશ્નો ઉદભવશે જ નહિ.
અસ્તુ.
અનંત પટેલ