ગીતા દર્શન
“ વિષયા: વિનવર્તન્તે નિરાહારસ્ય દેહિન : ??
રસવર્જમ રસ: અપિ અસ્ય પરમ દ્રષ્ટવા નિર્વર્તતે ??૨/૫૯ ?? “
અર્થ –
“ દેહધારી જ્યારે નિરાહારી રહે છે, ત્યારે તેના વિષયો મોળા પડે છે, પણ સંપૂર્ણ જતા નથી. તે તો પરબ્રહ્મનો અનુભવ થયા પછી જ છૂટી જાય છે. “
શાસ્ત્રોમાં વ્રત-ઉપવાસ-ફળાહાર-નિરાહાર – નિર્જળા વગેરેનો ઉલ્લેખ કરાયેલ છે. મનુષ્ય દરરોજ ખોરાક લે છે. સવાર બપોર અને સાંજ નિયમિત રીતે જમે છે. કોઇ સંયમી હોય છે તો કોઇ પેટ ભરી ભરીને ખાનારાહોય છે. કોઇ સ્વાદ પ્રમાણે જમવાનું આયોજન રાખે છે. સારો ખોરાક લેવાથી તંદુરસ્તી સારી રહે છે. મનુષ્ય શરીરે સુખી હોય ત્યારે તેનું મન વિષયો તરફ ઢળતું હોય છે. આ વિષયોમાં ઉંઘવાનું સુખ, હરવા ફરવાનું સુખ, કામવાસના ભોગવવાનું સુખ, સંગીત-નૃત્ય માણવાનું સુખ કે પછી ક્યારેક અન્યોને રંજાડીને કે સંતાપીને મળતા સુખનો સમાવેશ થાય છે.શાસ્ત્રોમાં આવા સુખ તરફની દોટને ટાળવા માટે જ વ્રત-ઉપવાસ-એકટાણાં અને યોગ વગેરે સૂચવેલ છે. ભગવાન સાક્ષાત કહે છે કે દેહધારી એટલે કે મનુષ્ય જ્યારે આહાર લેતો નથી અર્થાત ઉપવાસ – એકટાણાં કરે છે ત્યારેતેના વિષયો મોળા પડે છે. સતત ઉપવાસ કરવાથીશરીરનો મેદ ઘટે છે,બધાઅંગોમાં શિથિલતાઅથવા તો નબળાઇ વરતાય છેઅને તેને લીધે ઉપર વર્ણવેલાં સુખ ભોગવવામાં તે મોળો પડે છે, તેનીતે બાબતે ખાસ ઇચ્છા થતી નથી. પરંતુ ભગવાને અહીંયાં ચોખ્ખું જ કહ્યું છે કે આહાર ન લેવાને કારણે તેના વિષયો મોળા પડે છે પણ તે સંપૂર્ણ નાબૂદ થતા નથી. વિષયોમાંથીસંપૂર્ણ છૂટકારો તો ત્યારે જ થાય છે કે જ્યારે તેને પરબ્રહ્મનો અનુભવ થાય,સાક્ષાત્કાર થાય.ચિત્ત પ્રભૂની ભક્તિમાં કાયમને માટે સ્થિર થઇ જાય છે તે પછીજ ત ધ્યાનસ્થ અવસ્થામાં મનુષ્યને પરબ્રહ્નની અનુભૂતિ પણ થતી હોય છે. આવી અનુભૂતિપછી જમનુષ્ય સાંસારીક સુખ-મોહ-માયા- લાલસાથી મુક્ત થઇશકે છે.
અસ્તુ.
- અનંત પટેલ