ગીતા દર્શન ૩૪ 

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

ગીતા દર્શન

“ શ્રુતિવિપ્રતિપન્ના તે યદા સ્થાસ્યતિ નિશ્ર્ચલા ??
      સમાધાવચલા બુધ્ધિસ્તદા યોગમવાપ્સ્યસિ ?? ૨/ ૫૩??”

અર્થ –

“ અત્યારે વિવિધ ઉપદેશ સુણવાથી તારી મતિ ભ્રમિત થઇ છે. જ્યારે તે પરમાત્મામાં સ્થિર થઇ  જશે ત્યારે તું પરમાત્માની સાથે સંયોગ કરી શકશે. “

વ્યક્તિ અનેક પ્રકારનો ઉપદેશ સાંભળે, પુસ્તકો વાંચે,ભજન અને કીર્તન ગાય – સાંભળે એ આમ તો ઘણી સારી બાબત છે પણ જ્યારે એનું પ્રમાણ વધી જાય છે ત્યારે વ્યક્તિનું મગજ ભ્રમમાં પડી  જાય છે. આ સાચુંછે કે પેલું સાચું ?કોની પાસે જવાથી વહેલા સુખી થવાશે ? સંસારમાં શું કરીએ તો વહેલા મુક્ત થવાશે ? આવા બધા પ્રશ્નો તેને કોઇ ચોક્કસ નિર્ણય લેવામાંમૂઝવણ ઉભી કરે છે. જેટલું વધારે વાંચન કરો, કથા શ્રવણ કરો એટલું તમારા મનમાં  કનફ્યુઝનવધી જાય છે. ભગવાન એટલેજઅર્જુનજીને કહે છે કે તું જે આઉપદેશ સાંભળી રહ્યો છે તેને લીધે તારા મનમાં ઘણા બધા પ્રશ્નો,શંકા,તર્ક-વિતર્ક ઉભા થશે. આવું નથાયતેમાટે તારે બુધ્ધિને ઇશ્વરમાં-પરમાત્મામાં સ્થિર કરવાનીછે. તારી બુધ્ધિ એક વાર સ્થિર થઇ જશે તો પછી તારું પરમાત્મા સાથે સીધું જ સંધાન થઇ શકશે . તને કોઇ પ્રશ્ન ઉદભવશે જ નહિ. આપણે મનને – બુધ્ધિને પરમાત્મા સાથે સ્થિર નથી કરી શકતા એને લીધે જીવનમાં શાંતિ પામી શકતા નથી , જો ભગવાનમાં જ આપણું મન સ્થિર થઇ જાય તો બીજા ખરા ખોટા વિચારો આપણા મનમાં પ્રવેશશે જ નહિ,અને જીવન ઉચાટ વિનાનું બની જશે. ભગવદ ભાવઆપોઆપ પ્રગટશે. પરમાત્મા સાથેજ જો આપણે સીધુંસંધાન કરી શકીએ તો એમનુષ્ય અવતારની ઉત્તમ અવસ્થા બની રહેશે.

અસ્તુ.

  • અનંત પટેલ

    anat e1526386679192

Share This Article