ગીતા દર્શન
“ યામિમાં પુષ્પિતાં વાચં પ્રવદન્સ્યવિપશ્ચિતઃ ??
વેદવારતાઃ પાર્થ નાન્ય દસ્તીતીવાદિનઃ ?? ૨/૪૨?? “
“ કામાત્માનઃક્ષ્સ્વર્ગપરા જન્મકર્મફલપ્રદામ ??
ક્રિયાવિશેષબહુલાં ભોગેશ્વર્યગતિં પ્રતિ ??૨/૪૩?? “
“ ભોગેશ્વર્યપ્રસક્તાનાં તયાપહ્તચેતસામ
વ્યવસાયાત્મિકI બુધ્ધિઃ સમાધેો ન વિધીયતે ?? ૨/૪૪??”
અર્થ-
‘‘ હે પાર્થ ! અલ્પ જ્ઞાન વાળા જન વેદની ફૂલી ફાલી વાણીમાં ખૂબ આસક્ત હોય છે, કે જે સ્વર્ગ પ્રાપ્તિ, સારો પુનર્જન્મ અને શક્તિ વગેરે માટે અનેક પ્રકારની ફળ દર્શક કર્મકાંડીય ક્રિયાનું વર્ણન કરે છે. ભોગ અને ઐશ્ર્વર્યયુક્ત જીવનની ઇચ્છાવાળા આ વેદવારતા લોકો કહે છે કે આથી ઉત્તમ બીજું કંઇ નથી અને આ વાણી થી લલચાઇને તેઓ ઇન્દ્રીય સુખ અને ભેોતિક સમૃદ્ધિ વિષે ખુબજ આસક્ત થાય છે અને તેમની બુધ્ધિ હટાઇ જાય છે તેથી તેમના મનમાં ભગવદ ભક્તિનો દૃઢ નિશ્ચય થઇ શકતો નથી.
આ ત્રણે શ્ર્લોક એક સાથે એટલા માટે લેવા પડેલ છે કે એમાં જે બાબત છે તેને સંયુક્ત રીતે જ સમજવી પડે તેમ છે. જે લોકો અલ્પ જ્ઞાની
અથવા તો અજ્ઞાની છે તેઓ આપણા વેદમાં સ્વર્ગ પ્રાપ્તિ કઇ રીતે થઇ શકે, નવો જન્મ કોઇ સારા કુટુંબમાં મેળવવો હોય તો શું કરવું જોઇએ અને વધારે શક્તિ કઇ રીતે મેળવી શકાય તેને માટેની ક્રિયાઓ-પૂજાઓ-કર્મકાંડો વગેરેમાં જ રચ્યા-પચ્યા રહે છે. જે અજ્ઞાની કે અલ્પ મતિ છે તે સહજ રીતે ભોગી બની જતા હોય છે. પરમ જ્ઞાની ઋષિઓ પણ કામવાસના ને કારણે તપો ભંગ થવાના કિસ્સા આપણે ક્યાં નથી સાંભળ્યા ? તો પછી મારા-તમારા જેવા સામાન્ય માનવીનું તો શું ગજુ ? તેમ છતાં ભગવાન કહે છે કે વેદમાં દર્શાવેલીબાબતોને સામાન્ય માનવી સહજ અર્થમાં સ્વીકારી લઇ તે મુજબની ફળ પ્રાપ્તિ માટે લીન થઇ જાય છે તેને તેનાથી બીજું વધારે ઉત્તમ છે તેવું લાગતું જ નથી. આમ થવા થી આ લોકો શરીર સુખ,ઇન્દ્રીય સુખ તરફ લલચાઇ જાય છે જે તેમની બુધ્ધિ અને રહ્યા-સહ્યા જ્ઞાન ને પણ હરી લે છે. આ કારણે તેઓ ભગવદ ભક્તિમાં દૃઢ થઇ શકતા નથી. તેમનામાં ક્રૃષ્ણમયતા તો આવે જ ક્યાંથી ? એટલે આ બધુ સ્પષ્ટ કરીને ભગવાન આપણને તેનાથી દૂર રહેવા જણાવે છે. જે ગીતાનું જ્ઞાન ખરા અર્થમાં પકડે છે, જીવનપર્યંત ગ્રહણ કરે છે તેને માટે ઇન્દ્રીય સુખ કે શરીર સુખ તુચ્છ બની જાય છે અને તેનો ક્રૃષ્ણમયનો માર્ગ મોકળો બની રહે છે.
અસ્તુ.
- અનંત પટેલ