ગીતા દર્શન ૨૩

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

ગીતા દર્શન


   “ નેહાભ્રેઐકમનાશોઅસ્તિ પ્રત્યવાયો ન વિદ્યતે ??
                 સ્વલ્પમપ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત ?? ૨/૪૦ ??”

અર્થ –

કર્મયોગના હિસાબે કરેલું કર્મ એટલે કેવું કર્મ તેવો પ્રશ્ન સામાન્ય મનુષ્યને થાય એ સ્વાભાવિક છે. કર્મ યોગનો અર્થ એવો છે કે છે કે કૃષ્ણમય થઇને કર્મ કરવું અને ફળની કોઇ અપેક્ષા ઇચ્છા રાખ્યા વિના જ કર્મ કરવું. કૃષ્ણમય થઇને અથવા કૃષ્ણ થકી કર્મ કરવું એનો એર્થ એવો થાય કે ભગવાનને માટે  હું કર્મ કરી રહ્યો છું, અહીં જે કંઇ હું કરવાનો છું તે મારા માટે નથી તે બધું જ હું ભગવાનને અર્પણ કરું છું, મને તો ભગવાને આકાર્યો કરવા મોકલ્યો છે તે એની જ કૃપાથી હું કરી રહ્યો છું. જો આવી ભાવના લાવીને તમે કર્મ કરતા હશો ને તો  તે કર્મ કદાચ અધૂરુ રહેતો પણ તેની ચિંતા કરવાની નથી,કેમ કે એ કર્મ તો ઇશ્વરને માટે હતું , એને જ અર્પણ કરેલ હતું. તમારે તો એનું કંઇ ફળ મેળવવાનું નથી. અહીંયાં ભગવાનેએ પણ સ્પષ્ટ કરી દીધું છે કે કર્મ યોગના હિસાબે કરેલ કોઇપણ કર્મવ્યર્થ જતું નથી,કૃષ્ણમય થઇને કે કૃષ્ણ ભાવના રાખીને કરાતા કર્મને ધર્મનું આચરણ ગણેલ છે ધર્મનું આચરણ અન્ય તમામ ભયથી મનુષ્યને બચાવે છે. આનો અર્થ એ તારવવાનો કે જો કૃષ્ણમય થઇને કર્મ કરશો તો એ તમારા દ્વારા ધર્મનું આચરણ  કર્યા બરાબર ગણાશે અને તેથી તમારે કોઇપણપ્રકારનો ભય મનમાં  રાખવાનો નથી.

અસ્તુ.

  • અનંત પટેલ    

    anat e1526386679192

Share This Article